સુરતમાં ઘણી વાર પ્રતિબંધિત અને ગેરકાયદેસર રીતે દવાઓનો જથ્થાઓ પકડાઈ આવે છે. આજ રોજ વરાછામાં ઉમિયાધામ મંદીર પાસેથી ગેરકાયદેસર રીતે વેંચવામાં આવતી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં વરાછા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં કોરેક્ષ નામની દવાની બોટલમાં આલ્કોહોલ ભરેલી 259 બોટલો મળી આવી હતી
આ દવાનું વેચાણ કરતા આરોપીઓને પોલીસે વરાછાના ઉમિયાધામ સર્કલ પાસેથી પકડ્યા હતા, જેમાં પોલીસે મહારાષ્ટ્રના રહેવાસી સઈદ રફીક શાહ અને કય્યુમ કોસર શેખની ધરપકડ કરી છે. વરાછા પોલીસે આ તમામ બોટલોને મેડિકલ ટેસ્ટ માટે મોકલી છે.