‘હું હેતલને પ્રેમ કરું છું, તને ફાવે તો રે, નહિ તો છોકરા લઈને હાલતી થા’ કહી સુરતના પતિએ…

સુરતના લતીપુરા ગામે રહેતી રંજન સોઢાએ પતિ હર્ષદ, જેઠ અર્જુનસિંહ, સાસુ નર્મદાબેન અને નણંદ ભારતી સંજય વાઘેલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. મહિલાએ જણાવ્યું છે કે, મારા લગ્ન માર્ચ 2010માં થયા હતાં. સંતાનમાં તેમને બે પુત્રો છે. શરૂઆતના પાંચ વર્ષ સારી રીતે પસાર થયા હતા. ત્યારબાદ સાસુ અને જેઠ તેના પતિને ચઢાવાની કહેતા હતા કે કરિયાવરમાં કશું લાવી નથી. પતિનું હેતલ નામની યુવતી સાથે અફેર હતું.

આ અંગે જ્યારે પતિને કહું ત્યારે પતિ કહ્યું કે, હું હેતલને પ્રેમ કરુ છું એની સાથે થોડા સમયમાં લગ્ન પણ કરવાનો છું, તને ફાવે તો મારા ઘરમાં રહે નહી તો તારા દીકરાઓને લઇ માયકામાં જતી રહે. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, પતિ દારૂ પીને ઘરે આવતો ત્યારે મહિલાને તેમજ પુત્રોને મારતો હતો.

પતિના હેતલ સાથેના સંબંધો અંગે જ્યારે સાસુ અને નણંદને જાણ કરી ત્યારે તે કહેતા કે, હેતલ પૈસાની મદદ કરે છે, તું કરિયાવરમાં કશું લાવી નથી એક ખૂણામાં પડી રહે. પતિએ ટ્રાન્સપોર્ટનો ધંધો શરુ કરવો છે તેથી પિયરમાંથી પૈસા લઇ આવવા કહ્યું હતું. પતિએ તેને તેમજ બંને પુત્રોને ઘરમાંથી કાઢી મુક્યા છે. પોલીસે ફરિયાદ બાદ કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *