હાલમાં સુરત શહેર જાણે અસામાજિક તત્વોના સકંજામાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે હાલ જે રીતે અવારનવાર હત્યાની કોશિશ મોબાઈલ ટચિંગ ચેન સ્નેચિંગ છેતરપિંડી અને છેડતી જેવા અન્ય ગુનાઓ સુરતના ક્રાઈમ રેટીયોમાં વધારો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વીતેલા દિવસોમાં સામે આવેલી ઘટનાઓ જોતા એવું લાગી રહ્યું છે કે આ સામાજિક તત્વોને પોલીસની બીક રહી જ નથી હત્યા અને હત્યાની કોશિશ કોઈનો પણ અછોડો તોડી લેવો એ જાણે આ લોકો માટે ખેલ બનને રહી ગયો છે. કારણ કે, સુરત શહેરમાં વધુ એક યુવકની ધોળેદિવસે હત્યા કરવામાં આવી છે.
હાલમાં જાણવા મળ્યું છે કે, સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ભરબપોરે એક યુવકને બિલ્ડીંગની નીચે જાહેર રસ્તા પર ચપ્પુના ઘા ઝીંકી દેવાયા હતા. જેને હોસ્પિટલની ટૂંકી સારવાર બાદ ડોક્રટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. વિકાસ નામનો યુવક જે ડિંડોલી વિસ્તારના સંતોક રેસિડેન્સીનો રહેવાસી હતો, જેને તેના મિત્ર સાથે મળી અને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
જે બિલ્ડીંગમાં વિકાસ રહેતો હતો ત્યાં મધુકર નામનો ઇસમ પણ રહેતો હતો. બિલ્ડિંગમાં ભરવામાં આવતા મેન્ટેનન્સ બાબતે બોલાચાલી થતા છેલ્લા ઘણા સમયથી આ લોકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે આજે બપોરના સમયે વિકાસનો મિત્ર મનજી અને તેના અન્ય મિત્રો ત્યાં આવી પહોચ્યા અને કોઈક કારણોસર તે મધુકરને જોઈ ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલ ખંજર દ્વારા મધુકર પર મનજીએ હુમલો કરી દીધો હતો.
હુમલો કર્યા બાદ મનજી,વિકાસ અને તેના મિત્રો ત્યાંથી ભાગી છૂટયા હતા. ત્યારબાદ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પોલીસ આવી પહોચ્યા અને ઘાયલ મધુકરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ચાલી રહેલા સારવાર દરમિયાન ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો,હાલ પોલીસે વિકાસ અને મનજી સહિત તેના મિત્રો વિરુધ કાર્યવાહી કરવા તપાસ હાથ ધરી.
હવે સુરત શહેરમાં ભાગ્યે જ કોઈ અઠવાડિયું એવું વિતે છે કે, જ્યારે કોઈ પણ કારણોસર હત્યાના બનાવ સામે ન આવ્યા હોય. આ દરમિયાન ગયા અઠવાડિયે પણ સુરતમાં કતારબંધ હત્યાઓનો સિલિસિલો જોવા મળ્યો હતો ત્યારે પોલીસના ડરને મૂકીને જાહેરમાં આવારા તત્વો ખૂની ખેલ ખેલી રહ્યા છે ત્યારે આ મામલે હવે પોલીસ જાગૃત બને અને એક્શન પ્લાન બનાવી આવી ઘટનાઓને અટકાવે તે હિતાવહ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle