ગુજરાત બોર્ડમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત મા જ સુરત શહેરની દરેક શાળાઓ દ્વારા ફી વધારો કરી દેવામાં આવ્યો છે. જેના કારણે સતત પાંચ દિવસથી વાલીઓ આંદોલન ઉપાડી રહ્યા છે. સતત પાંચ દિવસથી વાલીઓએ બાળકોને નિશાળે મોકલતા બંધ કરી દીધા છે. તેમજ આગામી દિવસોમાં આંદોલન પણ ઉભો થઇ શકે તેવી સ્થિતિનું નિર્માણ થઇ ચૂક્યું છે. આ પરિસ્થિતિના કારણે સુરતના મજૂરા ના ભારતના ધારાસભ્ય હર્ષ સંઘવી એ શિક્ષણ મંત્રી ને પત્ર લખીને તેની યોગ્ય તપાસ કરીને ખોટી રીતે ફી વધારતી શાળાઓ વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે. જે ભાજપના રાજકારણમાં શિક્ષણ મોંઘું થઇ રહ્યું છે. તે વાતનો મુખીય પુરાવો છે.
ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા લખેલા પત્રમાં દરેક શાળાએ ફી વધારે છે.તેમણે ફી નિર્ધારણ કમિટીની મંજૂરીથી ફી વધારી છે કે મંજૂરી વગર જ ફી વધારી છે. તે વાત નો ઉલ્લેખ કર્યો છે. અને તે અંગે તપાસ કરવાની માંગ પણ કરી છે. તેમજ આ દરેક શાળાઓ એ કસુર કર્યો હોય તો તેની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી ની પણ માંગ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તેમજ આ ફી વધારાના અંદોલન દરમિયાન સ્કૂલ બંધ રહેતા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે છે. તે શિક્ષણ બગડવું ન જોઈએ તેની પણ રજૂઆત આ પત્ર માં કરવામાં આવી છે. તેમજ ફી ના મુદ્દે ઊભા થયેલ આ આંદોલન ને તાત્કાલિક બંધ કરાવવાની માંગ પણ આ પત્રમાં કરવામાં આવી છે.
ભાજપના સુરત ના મજુરામાં રહેતા ધારાસભ્ય હર્ષ સંઘવી એ ગઈકાલે સુરતની સિવિલ હોસ્પિટલમાં અચાનક મુલાકાત લીધી હતી. તેમજ હોસ્પિટલમાં ચાલી રહેલા પોલમપોલ ને લઈને સત્તાવાળાઓને ખખડાવ્યા પણ હતા. તેમજ જો કામ કરવામાં નહીં આવે તો તેમના ટાંટિયા તોડી નાખવાની પણ ધમકી ઉચ્ચારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.