Ground Report: પાણીમાં ચાલતી રો રો ફેરીમાં પીવાનું પાણી પણ નથી અને એસી પણ શરૂ કરાતા નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થયેલ ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ શરૂઆતથી જ વિવાદોમાં ફસાયેલી રહી છે વારે તહેવારે ખોટવાઈને બંધ થઈ જતી રો…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થયેલ ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ શરૂઆતથી જ વિવાદોમાં ફસાયેલી રહી છે વારે તહેવારે ખોટવાઈને બંધ થઈ જતી રો રો ફેરી સર્વિસ માં ધાંધિયા બંધ થવાનું નામ નથી લઈ રહ્યું। હાલમાં રો રો ફેરી સર્વિસ ચલાવતી કંપની એવી સર્વિસ આપી રહી છે કે ખુદ લોકો જ આ સર્વિસનો ઉપયોગ કરવાનું બંધ કરી દે.

ગઈકાલે દહેજ થી ઘોઘા જઈ રહેલી શેરીમાં એસી શરૂ ન કરાતા જહાજમાં મુસાફરી કરતા દર્દીઓ અને મુસાફરોને નાછૂટકે જહાજની બહારની તરફ બેસવું પડ્યું અને વિવાદ પણ ઉભો થયો હતો. બહાર બેસેલા લોકોમાંથી એક જગુરુત નાગરિક દ્વારા જહાજની સેફટી માં રહેલા સાધનો પર નજર કરી હતી તો કેટલીક ત્રુટીઓ બહાર આવી હતી જેને સંચાલકો સામે રજુઆત કરતા સંચાલકોએ આ વાતને મહત્વ આપવાને બદલે જાગૃત નાગરિકને જ પરેશાન કર્યા હતા.

ભાવનગર અને ભરૂચ વચ્ચે શરૂ થયેલી અંદાજે 600 કરોડના ખર્ચે રોરો ફેરી સર્વિસમાં ઈન્ડિગો સી 20 કંપની દ્વારા જજ ચલાવવામાં આવે છે આ જહાજ સેકન્ડ હેન્ડ ખરીદવામાં આવેલું હોવાથી વારંવાર બંધ થઈ જતું હોય છે ત્યારે ગઈકાલે બિઝનેસ ક્લાસની ટિકિટ લઈને મુસાફરી કરી રહેલા લોકોને એસીની સુવિધા મળી ન હતી ત્યારે મુસાફરી રહેલ યાત્રીઓ દ્વારા વિવિધ માધ્યમોથી પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા પ્રયત્ન કરાયેલ

ભાવનગરની ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવે તો આ રો-રો ફેરી નો વિસ્તાર પણ વધી શકે છે અને ભાવનગરનો વિકાસ પણ ચોક્કસપણે થઈ શકે એમ છે પરંતુ સર્વિસ પ્રોવાઇડર દ્વારા મુસાફરોને યોગ્ય સુવિધાઓ ન આપવાના કારણે લોકો બીજી વખત રોરોફેરી માં જવાનું વિચાર પણ કરતા નથી રોરો ફેરી માં 45 મિનિટ માં મુસાફરી પૂર્ણ થશે તેવી વાત કરવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે આ મુસાફરી કરવા માં ચાર કલાક જેટલો સમય લાગી જાય છે સાથે સાથે રોરો ફેરી માં પીવાના પાણીની સુવિધા પણ કરવામાં આવી નથી નાછૂટકે મુસાફરોએ કેન્ટીનમાંથી પાણી ખરીદીને પીવા મજબૂર થવું પડે છે.

જહાજને ઇમર્જન્સી આવે અને પાણીમાં કૂદવાનું થાય તો તેના માટે રાખવામાં આવેલ બેરલ બોટ્સ ની સર્વિસ માટેની તારીખ ચાલી ગઈ હોવા છતાં સર્વિસ નથી કરવામાં આવી તેવું ધ્યાને આવ્યું હતું. જે બાબતે તે જ જાગૃત નાગરિકે દહેજ આવતી વેળા ફરિયાદ કરતા ઉદ્ધતાઈ નો સામનો કરવો પડ્યો હતો, અને જયારે દહેજ થી ઘોઘા ફરીથી પરત જય રહ્યા હતા ત્યારે સંચાલકોએ ઢાંક પીછોડો કરવા માટે આ બોટ ની સર્વિસ કરવાને બદલે તેના પર એક સ્ટીકર લગાવીને પોતાની નિષ્ફ્ળતાને ઢાંકી દીધી હતી.

થોડા સમય અગાઉ આ રો-રો ફેરી પર લગાવવામાં આવેલ રાષ્ટ્રધ્વજ પણ ફાટેલો હોવાની ફરિયાદ થઈ હતી. પરંતુ ફરિયાદ થતાની સાથે જ રાષ્ટ્રધ્વજ બદલી દેવામાં આવેલ હતો. રો રો ફેરી સર્વિસ માં મુકવામાં આવેલ ઇમર્જન્સી સાધનો નું  નિયમિત ચેકિંગ પણ થતું ન હોવાના પુરાવા પણ સામે આવ્યા છે, જો આવું ને આવું જ થતું રહ્યું તો મોટા ખર્ચ એ ઊભી કરવામાં આવેલી વ્યવસ્થા પાણીમાં જતા વાર નહી લાગે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *