Surat News: સોશિયલ મીડિયાના કારણે જીવ ગુમાવ્યા હોવાના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવતા હોઈ છે,જે આપણે અનેકવાર જોતા હોઈએ છીએ.સોશિયલ મીડિયાની જીવન પર એવી અસર પણ થવા લાગી છે કે જેના કારણે લોકો અસ્વસ્થતા,તણાવ જેવી ફરિયાદો ઉઠવા લાગી છે.ત્યારે સુરતના(Surat News) ગોપીપુરા વિસ્તારમાંથી તેવો જ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે.જેમાં 20 વર્ષીય યુવતીને સતત ગુગલ મરવાનું કહે છે તેવો આભાસ થતા આ યુવતીએ ગળેફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મોબાઈલના કારણે કર્યો આપઘાત
સુરતમાંથી આપઘાતનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે,જેમાં એક માનસિક બીમારીથી પીડાતી યુવતીએ મોબાઈલના કારણે પોતાનો જીવ ટૂંકાવ્યો હોવાનું સામે આવ્યું છે.જી હા..ગોપીપુરામાં રહેતી આ યુવતી પોતાના દૈનિક રોજિંદા જીવનમાં મોબાઈલ પર સમય વધુ કાઢતી હતી અને હંમેશા મોબાઈલમાં જ વ્યસ્ત રહેતી હતી,જેના કારણે યુવતી છેલ્લા 2 મહિનાથી માનસિક પરેશાનીથી પીડાતી હતી.તેમજ આ યુવતીને દરેક જગ્યાએ ગુગલ હોઈ તેવો અહેસાસ થતો હતો.જેના કારણે ડિપ્રેશનમાં આવી યુવતીએ આખરે પોતાનો જીવ હોમી દીધો હોવાનું સામે આવ્યું છે.
સતત ગુગલ દેખાય તેવું કરતી હતી રટણ
આ અંગે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે તે સતત છેલ્લા બે મહિનાથી ડિપ્રેશનમાં રહેતી હતી,તેને દરેક જગ્યાએ ગૂગલ હોઈ તેવો આભાસ થતો, આ સિવાય તેને મનમાં એવો વહેમ ઘુસી ગયો હતો કે ગૂગલ ખાવાનું ના પાડે છે,તેમજ ગુગલ મરવાનું કહે છે તેવો સતત અવાજ આવતો હતો આ સિવાય તેને મંદિરે અથવા અન્ય કોઈ સ્થળ પર લઈ જાય તો મોબાઈલ દેખાતું હોવાનું સતત રટણ કરતી હતી.જેની માનસિક સારવાર પણ ચાલુ હતી,ત્યારે આખરે કઁટાળીને આ યુવતીએ ફાંસો ખાય આપઘાત કરી લીધો હોવાનો સામે આવ્યું છે.
સોશિયલ મીડિયાના વપરાશની બાળકો પર અસર
સંસ્કાર સાથે સાઇબર શિક્ષણ જરૂરી છે
આજે સોશિયલ મીડિયાની ટેક્નોલોજીને સ્વીકારવા વિના છુટકો જ નથી. એટલે સેફ ગૂગલ, કન્ટેન્ટ ફિલ્ટરિંગ કરીને પેરેન્ટ્સે જાતે જ બાળકોને સાયબર એજ્યુકેટ કરવા જોઇએ. મનીષ જોશીનાં કહેવા પ્રમાણે સંસ્કારની સાથે સાયબર એજ્યુકેશન પણ આપવું હવે જરૂરી છે. તેમને સાઇબર ક્રાઇમ વિશે અવેર કરવા જોઇએ.
પેરેન્ટ્સે ફોનને બદલે પ્રેમ આપવો જોઇએ
આજે પેરેન્ટ્સ બાળકોને સમય નહીં ફોન આપી દે છે. જેનાથી સોશિયલ મીડિયાનો વપરાશ બાળકો વધુ કરે છે. તેની આડઅસર એ પડે છે કે તેમનું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત થતું જ નથી. મનીષ જોશીનાં કહેવા પ્રમાણે સોશિયલ મીડિયાને કારણે બાળકો પરિવાર અને તેમની પોતાની ઓરિજિનલ પર્સનાલિટીથી દૂર થવા લાગે છે.
બાળકો માટે અલગ સોશિયલ સાઇટની જરૂર
અત્યારનું બાળપણ ડિજિટલ થઇ ગયું છે. ફેસબુક પર અકાઉન્ટ બનાવવા માટે 13 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં 13 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો માટે અલગ સોશિયલ મીડિયા સાઇટ છે, ભારતમાં પણ તેવી સાઇટ્સ બને, તેમ કરવું જોઇએ.
ઇન્ટરનેટનો વધુ વપરાશ અધિરાઇ નોંતરે છે
ઇન્ટરનેટના વધુ વપરાશથી મગજના આગળના ભાગ પર ગ્લુકોઝનું મેટાબોલિઝમ ઓછું થાય છે અને અધિરાપણું વધે છે તથા વિચારસરણી ઘટે છે, જે લાંબા ગાળે બાળકો માટે નુકશાનકારક છે. આ સોશિયલ મીડિયાને કારણે થતી સૌથી ગંભીર આડઅસર છે.
પેરેન્ટ્સે બાળકોના મિત્રો બનવાની જરૂર છે
સોશિયલ મીડિયાની બાળકો પર સારી-ખરાબ ઇમ્પેક્ટ માટે બાળકોથી વધુ પેરેન્ટ્સ જ જવાબદાર છે. પોઝિટિવ પેરેન્ટિંગ દ્વારા બાળકો સાથે મિત્રતા કરી, તેઓને સોશિયલ મીડિયાની નેગેટિવ સાઇડ અંગે અવેર કરીને ભવિષ્યમાં ઊદભવનારા પ્રશ્નોથી બચાવી શકાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App