સુરતના સંસ્કારી કહેવાતા વિસ્તારની હોટેલની દારૂ પાર્ટીમાંથી 21 મહિલાઓ ઝડપાઈ, જુઓ વીડિયો…

Published on: 5:56 am, Sat, 22 December 18

સુરતના પીપલોદમાં એક હોટેલમાં મહેફિલ માણતી 21 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. તમને જણાવી દઈએ કે, પીપલોદ સુરતનો પોષ વિસ્તાર છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પોલીસે પાર્ટી દરમિયાન જ રેડ પાડી હતી અને મહિલાઓની મહેફિલમાં રંગમાં ભંગ નાંખ્યો હતો.

મળી રહેલી માહિતી અનુસાર પીપલોદમાં આવેલી ઓઇસ્ટર હોટેલમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. પોલીસે પોતાની રેડ દરમિયાન 40 મહિલાઓને દરમિયાન હોટેલમાં 40 જેટલી મહિલાઓ દારૂની મહેફિલ માણતી હાલતમાં જ પકડી પાડી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ રેડમાં 21 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 40થી વધારે મહિલાઓ હોવાનું બહાર આવ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્ન પહેલાની બેચરલ પાર્ટી ચાલી રહી હતી, જેમાં પોલીસે 21 મહિલાઓને તો પીધેલી હાલતમાં પકડી પાડી છે. અટકાયત કરાયેલી મહિલાઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે, જ્યાં તમામ મહિલાઓનું મેડિકલ ચેકઅપ થશે. તમને જણાવી દઈએ કે, તમામ મહિલાઓ સમાજના ઉચ્ચ વર્ગમાથી આવે છે.

હોટલમાં કુલ 40 મહિલાઓ હોવાની ચર્ચા સ્થળ પર હતી. જેમાં બાકીની મહિલાઓને પાછલા દરવાજેથી ભગાવી દેવાની શંકા ઉઠી હતી. સિવિલ હોસ્પટલમાં પણ આવેલા મહિલાઓના પરિજનો મોંઘીદાટ ગાડીઓ લઈને આવ્યા હતા. મુદ્દામાલમાં કેટલી બાટલીઓ પકડાઈ તેનો કોઈ ઉલ્લેખ પોલીસે કર્યો ન હતો. કિટી પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાબતથી કેટલીક મહિલાના પરિવારનો અજાણ હતા જ્યારે મહિલાઓ પકડાઈ ત્યારે પતિ અને પરિવારજનો પણ ચોંકી ગયા હતા.

તમને જણાવી દઈએ કે, અગાઉ પણ આ હોટેલમાંથી મહેફિલ માણતા અનેક લોકો પકડાઇ ચૂક્યા છે. તે ઉપરાંત થોડા સમય પહેલા જ આ હોટેલમાં હુક્કાબાર પણ ઝડપાયું હતું.

પાર્ટીમાંથી પકડાયેલી મહિલાઓ

(1)કાજલબેન મનોજભાઇ ચાઇવાલા ઉ.વ 37 રહે.ભારતીપાર્ક સોસાયટી હોટલ ગેટ-વે

(2) આરતીબેન યશભાઇ જીતુભાઇ શાહ ઉ.વ.-૪ ૧ રહે.સી૨૦૨ ફોર સીજના એપાર્ટમેન્ટ ઓયસ્ટાર હોટલની પાછલ પીપલોદ

(3)ધનીશાબેન અમરીષભાઇ જગજીવનદાસ વડીયા ઉ.વ.38, ગોકુલા રો-હાઉસી સર્જન સોસાયટીની પાછળ પીપલોદ

(4) નીધીબેન વિકાસ તીલકરાજા જુનેજા ઉ.વ.38, સુભાષનગર સોસાયટી, ઘોડદોડ રોડ

(5) બીંદીયાબેન દીપકો સુદર્શન મલહોત્રા ઉ.વ.૩૯ આઇકોનીકા એપાર્ટમેન્ટ વેસુ

(6)મોના અશોક દ્વારકા દાસ રાય ઉ.વ.38, સુદર્શના એપાર્ટમેન્ટ સીટીલાઇટ

(7)કરીશ્મા ફીરોજખાન હાફીસખાન ઉ.વ.૩૮ રોયલા હેરીટેઝા કોઝ-વે રોડ, અડાજણ

(8) રોહીની રોહીત હરીશ શેઠ ઉ.વ.37, હેપી રેસીડેસી ઉધના મગદલ્લા રોડ

(9) રાનુ સુમીત જયકિશન કુમાર ઉ.વ.૩૯, આશીર્વાદ પેલેસ ભટાર

(10) સાક્ષી રવી સુનીલ થદાની ઉ.વ.26,શીતલ એપાર્ટમેન્ટ ઘોડદોડ રોડ

(11) શીખા અતુલ વિપન ખુલ્લર ઉ.વ.-૩૮, આશિર્વાદ રેસીડેન્સી,સીટીલાઇટ

(12)મોના અગ્નીશ મદન મોદી ઉ.વ.37 દીવાળી બાગ, અઠવાલાઇન્સ

(13) આરતી અનિલ મથુરાઇલ ચોપરા ઉ.વ.૩૭ રત્નસાગર એપાર્ટમેન્ટ ચાંદની ચોક પીપલોદ

(14)શીપ્રા શૈશવ નરેન્દ્ર જૈન ઉ.વ.38 હેપી રેસીડેન્સી,જોલી પાર્ટી પ્લોટ વેસુ

(15) શિલ્પા કુણાલ નરેશ બજાજ ઉ.વ.૩૮ બ્રીજવાટીકા એપાર્ટમેન્ટ બ્રીજવાસી એસ્ટેઝ પાર્લે પોઇન્ટ

(16) હર્ષા કમલ દયાલ ચૌધરી ઉ.વ.40 માધવબાગ એસ્ટેજ ભટાર રોડ

(17) નિરકમલ વિકાશ શ્યામલાલ મોગા ઉ.વ. ૪૫ સેરેટોન લકઝરી VIP રોડ

(18) પ્રિયાંશા વરૂણભાઇ પ્રમોદ ખન્ના ઉ.વ.38 રત્નધામ એપાર્ટમેન્ટ પીપલોદ

(19) મોનીકા હીરેન અરૂણભાઇ દમણવાલા ઉ.વ.૪૬ રહે. શ્રધ્ધા બગલો મેધદૂત સોસાયટી,પોલીસ પરેડ ગ્રાઉન્ડની પાછળ અઠવાલાઇન્સ

(20) રીનાબેન હરૂ રતનભાઇ રોય ઉ.વ.40 રત્નસાગર એપાર્ટમેન્ટ સુરત

(21) મમતાબેન અખીલ જોગીન્દરવર ઉ.વ ડા.૪૦ રાજવૈભવ એપાર્ટમેન્ટ પાર્લે પોઇન્ટ