સુરતમાં ડંખીલો રોગચાળો: મચ્છરે 2 લોકોના જીવ લેતાં 13 લાખ ઘરોમાં કરાયો સરવે

Surat Malaria Case: સુરત શહેરમાં વરસાદ બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે. શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળોમાં વધારો થયો છે. જેમાં 2 લોકોના મોત (Surat Malaria Cases) પણ થયા છે. એક માહિતી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં મેલેરિયાના 85, ડેગ્યુના 49 કેસ નોધાયો છે.

સુરત શહેરમાં વકરેલા રોગચાળાના પગલે કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ હાથ ધરાઈ હતી. આ મામલે સુરત મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી જયસુખ વાગડીયાએ જણાવ્યું કે, ઓગસ્ટ મહિનામાં 26 લાખ ઘરોમાં સર્વે થયો હતો. જેમાંથી 66 હજાર ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા છે. ચાલુ મહિનામાં 13 લાખ ઘરોમાં સર્વે કરાયા છે.

આ સાથે જ વધુમાં તેમણે જણાવ્યું છે કે 4 હજાર મચ્છર ઉત્પત્તિ સ્થાન આઇડેન્ટિફાઈ થયા હતા.868 આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મચ્છરના મળ્યા હોય તેવા 9000 લોકોને નોટિસ પાઠવવામાં આવી છે. હાલ લોકપ્રતિનીધીનાં સંપર્કમાં રહેવાનો નિર્ણય કર્યો છે. તેમજ દરેક લોકપ્રતિનિધિને કોલ કરી તેમના વિસ્તારમાં કોઈ ફરિયાદ છે કે નહીં તે બાબતે પૂછવામાં આવશે