સુરત(ગુજરાત): તાજેતરમાં જ સુરતમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં, વેસુ સિટીલાઇટ વિસ્તારમાં નોકરાણી તરીકે કામ પર લાગ્યા બાદ ચોરીને અંજામ આપતી નેપાળી મહિલા ગેંગ ઘણા લાંબા સમયથી સક્રિય હતી. જોકે, થોડા દિવસો પહેલા એક મકાનમાં ચોરી થયા બાદ પોલીસ દ્વારા આ દિશામાં તપાસ ચાલુ કરવામાં આવી હતી. આ દરમિયાન, રસ્તા પર લાગેલા સીસીટીવીની મદદથી બંન્ને નોકરાણીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, પુછપરછમાં એક તબક્કે મહિલાની વાતો સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
સુરત શહેરના સિટીલાઇટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક મહિલા નોકરાણી તરીકે કામ કરતી હતી. મહિલા જે જગ્યા પર કામ કરતી હતી ત્યાં જ મકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. આ ચોરીની ઘટનામાં નેપાળી મહિલાઓ હોવાની વિગતો પણ સામે આવી છે. મળતી માહિતી મુજબ, 4 તારીખે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા અભિષેક બંગલોના 1 મકાનમાં બે મહિલાઓ નોકરાણી તરીકે નોકરી લાગ્યા બાદ માલિકનો વિશ્વાસ કેળવીને મોટો હાથ ફેરો કર્યા બાદ તેઓ ઘટના સ્થળેથી ફરાર થઇ જતા હતા.
દોઢેક લાખ રૂપિયાની મત્તાની ચોરી થયા બાદ પોલીસ દ્વારા આ દિશામાં ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, આ સમગ્ર કાંડ બહાર આવ્યો હતો. પોલીસ દ્વારા સીટીલાઇટ વિસ્તારનાં અનેક સીસીટીવી ચેક કર્યા બાદ બે શંકાસ્પદ મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી.
જાણવા મળ્યું છે કે, આ તમામ વિગતોને આધારે પોલીસ દ્વારા કેલાજી કલાલી (નેપાળ) સીતા ઉર્ફે સીતલી તન વિશ્વાકર્મા જવરસીંગ વિશ્વાકમાં જયારે પથોરીયા-૨, થાના, કૈલાલી જી.કેલાલી (નેપાળ) અને હાલમાં રહે, ગૌરીશંકર સોસાયટી, પનાસ ગામ સુરત તથા અમરતલાવાડી, કતારગામમાં રહેતી રીમા ઉર્ફે તારા બલ બહાદુર વિશ્વાકર્મા ગૌપાલ ઉર્ફે રણસીંગ વિશ્વાકર્માઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.