Surat viral video: સુરત શહેરમાં ફરી એકવાર ટ્રાફિકના કાયદાને ભંગ કરતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં માત્ર દોઢ-બે વર્ષના બાળકને ઓટોરિક્ષાનું સ્ટિયરિંગ આપવામાં આવ્યું હતું અને તે બાળક રિક્ષા ચલાવતો જોવા મળ્યો હતો. જ્યારે પાછળ બેઠેલો ડ્રાઈવર હસી રહ્યો હતો. હાલ આ વિડીયો (Surat viral video) સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જયારે વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા રિક્ષાચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે.
વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો તેમ માત્ર દોઢથી બે વર્ષના બાળકને રિક્ષા ચલાવવા આપી દીધી છે, અને ડ્રાઈવર પોતે કોઇપણ ચિંતા વગર પાછળની પેસેન્જર સીટ પર બેસી દાત કાઢી રહ્યો છે. ફક્ત આટલા નાના બાળકને રિક્ષાનું સ્ટિયરિંગઆપવું કોઈ જોખમથી ઓછું નથી, આ ઘટના કોઈ મોટી દુર્ઘટના સર્જી શકે છે.
હાલ સોશિયલ મીડિયામાં વાયરલ આ વિડીયો અમરોલી વિસ્તારના રજવાડીનો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તમે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકો તેમ, પાછળ બેઠેલા યુવકે નાનાં બાળકને સામે એકલા છોડીને તેના હાથમાં સ્ટિયરિંગ આપ્યું છે. ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઈકચાલકે રિક્ષાને જોઈ, જેના કારણે તેણે પોતાના મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો.
વાયરલ વિડીયોમાં રીક્ષા નંબર પણ દેખાઈ રહ્યો છે જેના પરથી કહી શકાય કે આ રીક્ષા સુરતની છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે તેમ માસુમ બાળકના હાથમાં રીક્ષાનું સ્ટેયરીંગ આપી એક વ્યક્તિ પાછળ બેસીહસી રહ્યો છે. જેવો જ પાછળ બેઠેલા વ્યક્તિએ બાઈકચાલકને વીડિયો બનાવતો જોઈ તુરંત આગળની સીટ પર બેસી જાય છે. રિક્ષા નંબર GJ-05-C-2286 નંબરની શોધખોળ હવે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, રિક્ષાના નંબરના આધારે અમે ડ્રાઇવરની શોધખોળ કરી રહ્યા છીએ અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે રીક્ષાચાલકોની બેદરકારીના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. હજી 24 દિવસ પહેલાં જ વાઇરલ થયેલા વીડિયોમાં સ્કૂલરિક્ષામાં વિદ્યાર્થીઓને ચાલકે ઠુંસી-ઠુંસીને બેસાડ્યા હતા. તેમજ રિક્ષાને બેફામ રીતે હંકારી હતી. સુરતના વરાછા મેઈન રોડ વિસ્તારનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App