સુરત(surat): ૩ વર્ષ પહેલા પાંડેસરા વિસ્તારમાં બનેલી રેપ અને માતા-પુત્રીના મર્ડર કેસમાં આજે સુરત કોર્ટમાં ચુકાદો આવ્યો છે. સુરત કોર્ટે આરોપીઓને સજા સંભળાવી દીધી છે. આરોપી હર્ષ સહાય ગુર્જરને ફાંસીની સજા સંભાળવી છે. જ્યારે સહ આરોપી હરિઓમને આજીવન વર્ષની સજા સંભળાવી દીધી છે. સરકાર પક્ષે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પી.એન.પરમારે દલીલો કરી હતી.
અત્રે ઉલેખનીય છે કે, વર્ષ 2018માં પાંડેસરામાં 11 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ અને ત્યાર બાદ કિશોરી અને તેની માતાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં મુખ્ય આરોપી હર્ષ સાઈ ગુર્જર વિરુદ્ધ 302,323,201,376(2)(i)(j)(m),પોકસો એકટ ની કલમ 5,(i)(m),સેક્શન 6 મુજબ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત, સહઆરોપી હરિઓમ ગુર્જર વિરુદ્ધ 201,364,114 મુજબ ગુનો દાખલ થયો છે.
જાણો શું બની હતી સમગ્ર ઘટના?
4 માર્ચના રોજ આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જર રાજસ્થાનથી એક મહિલા અને તેની પુત્રીને 35 હજારમાં ખરીદીને લાવ્યો હતો. ત્યારબાદ આરોપીએ માતા-દીકરીને પરવટ પાટિયાના અનુપમ હાઇસ્ટ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી મહિલા અને આરોપી હર્ષસહાય વચ્ચે ઝઘડા થતા હોવાથી મહિલાની તેની પુત્રીની નજર સામે જ હત્યા કરી નાખી હતી. બાદમાં મહિલાની પુત્રીને આરોપી હર્ષસહાય તેના ઘરે લઇ ગયો હતો અને તેની પર અવારનવાર દુષ્કર્મ કરવામાં આવતું હતું, અને તેની પણ હત્યા કરવામાં આવી હતી.
6 એપ્રિલ, 2018ના રોજ પાંડેસરામાં ભેસ્તાન સાંઈ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે 11 વર્ષની કિશોરીની લાશ મળી હતી. તેની પર જાતીય હુમલો અને બળાત્કાર થયો હતો. પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. આ દરમિયાન 6 દિવસ બાદ સચિન-મગદલ્લા હાઇવે પર એક મહિલાની લાશ મળી હતી, જેને ગળેફાંસો આપીને હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. સીસીટીવી વગેરે જહેમત બાદ પોલીસે કાળા કલરની કારમાં લાવી આ લાશ કોઈ ફેંકી ગયું હોવાનું સપાટી પર આવ્યું હતુ. જોકે આરોપીએ હત્યા બાદ માતા અને દીકરીની લાશ અલગ-અલગ સ્થળે ફેંકી દીધી હતી.
આરોપીએ માતા પુત્રીની મૃતદેહ અલગ અલગ વિસ્તારોમાં ફેંકી દીધા હતા અને બાદમાં બન્ને મૃતદેહ ઝાડીમાંથી મળી આવ્યા હતા. જેમાં બાળકી અને માતાની ઓળખ ડીએનએ દ્વારા કરવામાં આવી હતી. આ ઘટનામાં ભોગ બનેલ બાળકીના શરીરે 78 જેટલા ઇજાના નિશાન મળી આવ્યા હતા.
રેપ અને હત્યાની ઘટનાના દિવસે આરોપીએ માતાને માર મારી ચાલુ કારમાં દીકરીની નજર સામે જ દુપટ્ટા વડે ગળેટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી. કિશોરી સાથે ક્રૂરતાપૂર્વક વર્તી તેના ગુપ્તાંગમાં લાકડી નાખી તેની પણ હત્યા કરી નાખી હતી. બાળકી પર 78 જેટલી ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. માતા અને બાળકીની લાશ અલગ-અલગ સ્થળેથી મળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.