સુરત પીસીબી પોલીસે (Surat PCB Police) નકલી ચલણી નોટના ગુનામાં છેલ્લા 21 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી વિરુદ્ધ વલસાડ સીટી પોલીસ મથકમાં (Valsad Police) ગુનો નોંધાયો હતો.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ગંભીર ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપવામાં આવી છે. જે અનુસંધાને પીસીબી પોલીસે નકલી ચલણી નોટો ના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી હસમુખ ઉમિયાશંકર જોશીને ચોક બજાર ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા 21 વર્ષથી ભાગતો ફરતો હતો.
આરોપીની પુછપરછમાં સામે આવ્યું હતું કે , વર્ષ 2003માં વલસાડ ખાતેથી આરોપી માવજી ભાનુશાલી તથા સંજય રમેશ પવાર અને કિશોર કાનજી ભાનુશાલીને 100 રૂપિયાની નકલી ચલણી નોટ સાથે પકડી પાડ્યા હતા. આ નોટ આરોપી હસમુખ ઉમિયાશંકર જોશી એ આરોપીઓને આપી હતી. જેથી તે રાજકોટ ભાગી ગયો હતો. ત્યારબાદ વર્ષ 2005માં નકલી ચલણી નોટ સાથે પકડાયો હતો.
આરોપી વિરુદ્ધ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નકલી ચલણી નોટ અંગે ગુનો નોંધાયો હતો. જેથી હાલ પીસીબી પોલીસને આરોપીનો કબજો વલસાડ સીટી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે અલગ અલગ જિલ્લાઓમાં અને સુરત શહેરમાં પણ આરોપી વિરુદ્ધ ગુનાઓ નોંધાયેલા છે. આરોપી હસમુખ જોશી મોંઘા ઝેરોક્ષ મશીન દ્વારા કલર ઝેરોક્ષ કરી બનાવટી ચલણી નોટ બનાવી અને માર્કેટમાં નોટ ફેરવતો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube