ગુજરાતી માંથી અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવીને પણ સુરતના ગોંડલીયા દીપે મેળવ્યા 83%

Gondlia Deepe, Surat: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ (GSEB 10th Result 2023) આજ રોજ જાહેર કરવામાં અવાયું છે. દર…

Gondlia Deepe, Surat: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ (GSEB 10th Result 2023) આજ રોજ જાહેર કરવામાં અવાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પરિણામમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓએ બોર્ડમાં સારા માર્ક મેળવીને ડંકો વગાડ્યો છે અને પોતાના પરિવાર અને માતા-પિતાના નામની સાથે સમગ્ર રાજ્યનું નામ ખુબજ રોશન કર્યું છે. આજે ધોરણ-10નું પરિણામ આવ્યા બાદ અનેક બાબતો ધ્યાન પર આવી રહી છે. આજે વર્ષ દરમિયાન કરેલી મહેનતનું પરિણામ મળતા મોટાભાગના વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્યારે સુરત શહેરની આશાદીપ ઓફ ગ્રુપ શાળામાં અભ્યાસ કરતા ગોંડલીયા દીપે (Gondlia Deepe)ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હતો, ગોંડલીયા દીપે પોતાના ઘરની સ્થિતિ સારી ન હોવાને કારણે શરૂઆતમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો અને તેનું પરિણામ ખુબજ સારું આવ્યું હતું, ત્યારબાદ દીપે અને તેના માતા-પિતાએ વિચાર્યું કે, હવે તેમણે અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવવો જોઈએ અને ધોરણ-10ની પરીક્ષા પણ અંગ્રેજી માધ્યમમાં આપવી જોઈએ. ત્યાર બાદ દીપે અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ કર્યો અને અંગ્રેજી માધ્યમમાં પણ ઝળહળતી સફળતા મેળવી છે.  અંગ્રેજી માધ્યમમાં દીપે 83% મેળવીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

ગુજરાતમાં ધોરણ 10નું 64.62% પરિણામ આવ્યું
ગુજરાત રાજ્યમાં આ વર્ષે ધોરણ 10 નું 64.62% પરિણામ આવ્યું છે. જો ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાની વાત કરવામાં આવે તો, સૌથી વધુ 76.45% પરિણામ સુરત જિલ્લાનું છે, ત્યારે સૌથી ઓછુ 40.75% પરિણામ દાહોદ જિલ્લાનું છે. અમદાવાદ શહેરનું 64.18% પરિણામ આવ્યું છે, તેમાંથી અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 65.22% છે. 

રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74% અવાયું છે, વડોદરા જિલ્લાનું પરિણામ 62.24% આવ્યું છે. બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી બધારે પરિણામ 95.92% છે, ત્યારે સૌથી ઓછુ 11.94% પરિણામ નર્મદાના ઉતાવળી કેન્દ્રનું છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022નું તુલના કર્યે તો આ વર્ષે 0.56 % ઓછું પરિણામ આવ્યું છે.

આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં કુલ 7 લાખ 41 હજાર 411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7 લાખ 34 હજાર 898 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ 10 નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર આજે જાહેર કરવામાં આવ્યું છે. તમે ધોરણ 10 નું પરિણામ WWW.GSEB.ORG પર જોઈ શકો છો, તે ઉપરાંત WhatsAppના માધ્યમથી પણ તમે ધોરણ 10 નું પરિણામ જાણી શકો છો. વ્હોટ્સએપથી 6357300972 નંબર પરથી તમે પરિણામ જોઈ શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *