સુરતના “તાલિબાની” સમાન જુવાનિયાઓ શહીદ સ્મારકને બાપનો બગીચો બનાવી તમામ હદો વટાવી- સેલ્ફી લેવા ભૂલ્યા ભાન

સુરત(ગુજરાત): વીર શહીદ સ્મારક સુરત શહેરના સરથાણા નેચર પાર્ક પાસે બનાવવામાં આવ્યું છે. એરફોર્સ દ્વારા સુરતીઓનો દેશપ્રેમ જોઈને એરફોર્સનું મિગ -23 નિવૃત્ત ફાઈટર પ્લેન ભેટ આપવામાં આવી હતી. જેને જય જવાન ટ્રસ્ટ દ્વારા વીર સ્મારક બનાવી ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. જો કે આજે ભાન ભૂલેલા કેટલાક સુરતીઓએ ફાઇટર વિમાન ઉપર ચડીને વીર શહીદ સ્મારકનું અપમાન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે ઘટનાની જાણ થતાં તમામ યુવકોને વીર શહીદ સ્મારક પરથી નીચે ખસેડયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

હાલ યુવાનો વિમાન ઉપર વીર શહીદ સ્મારકનું અપમાન કરીને માત્ર પોતાના ફોટા પાડવા માટે ચડી ગયા હતા. શહીદોના સન્માનને નેવે મૂકીને તેમણે માત્ર પોતાના ફોટાની જ પડી છે. સોશિયલ મીડિયા પર વિમાન ઉપર ચડી ગયેલા યુવાનોની ફોટા ખૂબ વાયરલ થઈ રહ્યા હતા. સુરતમાં યુવકોની આ શરમજનક ઘટના જોઇને કોઇ પણ દેશભક્તમાં રોષ જોવા મળે તે સંભવ છે.

વીર જવાન ટ્રસ્ટના પ્રમુખ કાનજી ભાલાણાએ જણાવ્યું હતું કે, સુરતના પ્રવેશ દ્વાર ઉપર એરફોર્સનું નિવૃત્ત ફાઇટર વિમાનને વીર શહીદ સ્મારક ખાતે મૂકવામાં આવ્યું હતું. જે આપણા માટે ખુબ ગર્વની વાત કહેવામાં આવે છે. પરંતુ કોર્પોરેશનના ઉદાસીન વલણના કારણે આ ઘટના જોવા મળી હોય તેવું લાગે છે. આ વીર સ્મારકની સાર-સંભાળ કોર્પોરેશને રાખવાની હોય છે. હવે સુરત કોર્પોરેશન આગામી દિવસોમાં આવી ઘટના ફરી વાર ન બને તેના માટે ગંભીરતા રાખવી મહત્વની છે.

મળતી માહિતી અનુસાર, ભુજમાં આવેલા ધરતીકંપના કારણે 32 જેટલા જવાનો વીરગતિને પ્રાપ્ત થયા હતા. તે તમામ વીર જવાનોના પરિવારને સુરતમાં બોલાવી તેમનું સન્માન અને આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી હતી. સુરતીઓનો વીરગતિ પામેલા શહીદોના પરિવાર તરફની લાગણી જોઈને સ્મૃતિ ચિન્હ તરીકે તે સમયના એરમાર્શલ વીકે ભાટિયાએ એરપોર્ટનું નિવૃત મિગ-23 વિમાન અર્પણ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *