મુસાફરોથી ભરેલી એસટી બસમાં ભભૂકી ઉઠી આગ, 10 જેટલા પેસેન્જરો… -જુઓ વિડીયો

તમે સૌ આવર નવાર અલગ અલગ જગ્યાએ આગ લાગવાની ઘટના સાંભળતા હશો અથવા તો કોઈ માધ્યમ દ્વારા જોતા હશો. રાજ્યમાં વાહનોમાં આગ લાગવાના બનાવો સામે આવી રહ્યા છે આજે આગનો એક બનાવ સામે આવ્યો છે. ત્યારે આવી જ એક ઘટના શોર્ટ સર્કીટને બસમાં બની છે. બસ માં શોર્ટ સર્કીટ થતા બસમાં અચાનક જ આગ લાગી હતી. ચાલો જાણીએ ક્યાની છે આ સમગ્ર ઘટના..

બનાસકાંઠા જીલ્લાના છાપી હાઇવે પર અચાનક જ એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. એસટી બસમાં આગ લગતા જ બસ બળીને ખાખ થઇ ગઈ હતી. પાલનપુર ડેપોની મીની એસટી બસ છાપી હાઇવે પર અચાનક જ આગ લગતા બસ ચાલકે પોતાની સમયસુચકતા મુજબ ૧૦ જેટલા પેસેન્જરોનો આબાદ બચાવ કર્યો હતો. ડ્રાઈવરની સમય સૂચકતાને લઈને સદનસીબે આ મોટી દુર્ઘટના ટળી હતી અને બસ બળીને સપૂર્ણ ખાખ થઇ ચુકી હતી.

આજ સવારના રોજ જ પાલનપુરથી મહેસાણા તરફ એસટી બસ જઈ રહી હતી. આ એસટી બસમાં એક સાથે ૧૦ જેટલા મુસાફરો સવાર હતા. હાઇવે પર જ અચાનક જ શોર્ટ સર્કીટને કારણે બસમાં આગ લગતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. એસટી બસમાં આગ લાગતા બસમાં બેઠેલ ૧૦ પેસેન્જરો ગભરાઈ ગયા હતા. પરંતુ ડ્રાઈવરે બસમાં બેસેલ તમામ પેસેન્જરોનો આબાદ પૂર્વક બચાવ કર્યો હતો. જેને લીધે જાનહાની ટળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ફાયરબ્રીગેડને આ ઘટનાની જાણ થતા થોડા સમયમાં જ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને ખુબ મુશ્કેલી બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યાં સુધીમાં તો આગ લાગવાને કારણે સંપૂર્ણ બસ બળીને ખાખ થઇ ચુકી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *