એમ્બ્રોડરી મશીન ચાલક પોટલું લઈને જાય તો ૫૦૦ નો મેમો, પોલીસ વાળા PCRનો દુરુપયોગ કરે ત્યારે?

હાલમાં ગુજરાત ભરમાં પોલીસને જાણે ટાર્ગેટ અપાયો હોય તેવી રીતે માસ્ક ન પહેરવા, હેલ્મેટ ન હોવાનો બેફામ દંડ વસુલાઈ રહ્યો છે અને સરકારની સંભવતઃ ખાલી થયેલી તિજોરી ભરવાના પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે નિયમો અલગ હોય એવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. તાજેતરમાં જ Trishul News ના એક વાચકે સુરતના વાળીનાથ ચોક વિસ્તારના એવા દ્રશ્યો મોકલ્યા છે જે જોઇને સામાન્ય જનતા કદાચ પોલીસકર્મીની આ ઘોર બેદરકારીને વખોડશે.

તસવીરની સાથે કહેવામાં આવ્યું છે કે તસ્વીર પોતાના ડ્યુટીના સમયે સુરતના વેડરોડ સ્થિત વાળીનાથ ચોક નજીક એક સાઈકલ સ્ટોરથી સાઈકલ ખરીદીને સરકારી ગાડીમાં લઇ જતા નજરે ચડ્યા હતા. આ સાઈકલ કોના માટે લઇ જવાઈ રહી હતી તે બાબતે વધુ વિગતો બહાર આવી શકી નથી પરંતુ વિવરણ અનુસાર આ સાઈકલ લઇ જનાર PCR વાન સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનની છે.

શહેરના દરેક ચોકે મેમો બુક લઈને ભારે જમાવટ સાથે દંડ ઉઘરાવી આતંકી પકડ્યા હોવાનો અનુભવ કરતા પોલીસકર્મીઓ કોઈ એમ્બ્રોડરી પોટલું લઇ જનારને ક્યારેય છોડતા નથી અને જયારે પોતાને નિયમ પાળવાનો આવે ત્યારે આંખ બંધ કરીને નિયમનો ભંગ કરે છે. હવે આ તસ્વીરો વાઈરલ થયા બાદ કદાચ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટરનો અંતરાત્મા જાગે અને સરકારી વાહનનો દુરુપયોગ કરનાર કર્મચારીને કદાચ કડક શબ્દોમાં ખખડાવે પણ ખરા.

 આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

How to Earn Money Online – 10 ways

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *