પોલીસનું નામ વાપરી કરી POLICE સાથે કામ કરવાની લાલચ આપી ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ

હાલમાં સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં કોરોના વાયરસ નામનો ભયંકર ચેપી રોગ ફેલાયો હોવાથી સુરત પોલીસ સાથે ઘણી સ્વયંસેવી સંસ્થાઓ જોડાયેલી છે. આ દરમ્યાન આ તકનો લાભ લઈને સુરતના પ્રવિણ ભાલાળા, શૈલેષ પાનસુરીયા, તુષાર કોશીયા નામના ઇસમોએ સુરત શહેરના પોલીસ સ્ટેશન વાઈઝ એક લીંક મોકલી તેમા લોકોને જોડાવા જણાવેલ.

પ્રવિણ ભાલાળા તથા તેના મળતીયાઓ સુરત શહેરના પોલીસ સ્ટેશનના નામનો ખોટી રીતે ઉપયોગ કરી લોકોને ગેર માર્ગે દોરી પોલીસ સાથે કામ કરવાના બહાને લોકો ને ગેર માર્ગે દોરી પોલીસ સાથે કામ કરવાના બહાને લોકો સાથે ઠગાઈ કરેલ હોવાનુ જણાઈ આવતા કાઈમ બ્રાચના ટેકનીકલ સેલના પો.સ.ઈ શ્રી ડી.એમ.રાઠોડ એ પ્રવિણ ભાલાળા તથા તેના મળતીયાઓ વિરૂધ્ધ ફરીયાદી બની ઈ.પી.કો કલમ ર૬૯, ૪૨૦,૧૧૪ ગુનો રજીસ્ટર કરવામા આવેલ અને ધરપકડ કરવામાં આવેલ છે. અને આ પ્રકારે અગાઉ પણ આવી કોઈ હરકત આ ઇસમોએ કરી છે કે નહી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉપરોક્ત પકડાયેલ ત્રણેય આરોપીઓની પુછપરછ કરતા તેઓએ વોટ્સએપમાં પોલીસ સ્ટેશન દીઠ લીંક બનાવી તેમા પોલીસ સાથે કામ કરવા ઈચ્છુક સભ્યોને જોડાવા જણાવેલ. અને ત્યાર બાદ ગ્રુપના સભ્યોની મીટીંગ કરી તેઓને ઓળખપત્ર આપવાનુ ઉપરાંત પોલીસ સાથે કામ કરવા માટે વાઈટ શર્ટ અને બ્લ્યુ / બ્લેક પેન્ટ પણ આપવની વાત જણાવેલ. પકડાયેલ આરોપીઓએ સભ્યો ભેગા કરવા માટે પોલીસના નામનો ઉપયોગ કરવા માટે પોલીસ પાસે કોઈ પરવાનગી લીધેલ નહી. આ કામગીરી જી.પી.પટેલ ના માર્ગદર્શન હેઠળ PSI એમ.એસ.ત્રિવેદી, પો.સ.ઈ ડી.એમ.રાઠોડ, હે.કો.પરીમલ સુરેશભાઈ તથા હે.કો.ગોવિંદ મુકુંદભાઈએ કરેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *