Surat Ganesh Utsav Clash: સુરતના સૈયદપુરા વિસ્તારોમાં ગણેશ ઉત્સવ દરમિયાન પથ્થરમારાની ઘટના બનતા પોલીસ એક્શનમાં આવી છે. હવે શહેર પોલીસ દ્વારા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે ડ્રોનથી સર્વેલન્સ શરૂ કર્યું છે. પથ્થરમારો (Surat Ganesh Utsav Clash) થયેલા વિસ્તારનાં ધાબા પર ડ્રોન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર સુરતમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુરતના વરિયાળી બજારના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ શ્રીજી ગણેશ પંડાલ પર પથ્થરમારો થયો હતો.
શ્રીજી ગણેશ પંડાલ પર ચાલતી રિક્ષમાંથી 6 જેટલા નાની ઉંમરના કિશોરોએ પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. પથ્થરમારો કરતા જ ત્યાં હાજર તમામ લોકો એકઠા થઇ ગયા હતા અને બાળકોને પકડી લઈ પોલીસે સ્ટેશન પહોંચ્યા હતા. એટલું જ નહિ બાળકોના મતા પિતાને ત્યાં બોલાવી આગળની કાયાર્વહી કરવામાં આવી રહી હતી.
આ દરમિયાન બંને પક્ષ એટલે કે પોલીસ સ્ટેશનમાં હાજર રજૂઆત કરનાર લોકો અને એ વિસ્તારના મોટી સંખ્યામાં મુસ્લિમ પક્ષના લોકો પણ એકઠા થઈ ગયા હતા. ત્યાર બાદ બંને પક્ષ વચ્ચે બોલચાલ થઈ હતી અને પથ્થરમારાની પરિસ્થતિ સર્જાય હતી. જે બાદ ત્યાં હજાર પોલીસ કર્મીઓએ બંને પક્ષ પર ટિયર ગેસ છોડી, લાઠી ચાર્જ પણ કર્યો હતો.
આ ઘટનામાં પોલીસકર્મીઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં કેટલાક પોલીસ કર્મીઓ ઘાયાલ થયા હતા. પોલીસે વીડિયોના આધારે કેટલાક આરોપીઓને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી છે. તેમજ સીસીટીવી, વીડિયો ફૂટેજ અને ડ્રોનથી સમગ્ર વિસ્તારમાં નજર રખાઈ રહી છે. તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App