500 કિલો ચંદનના લાકડા સાથે 2 વ્યક્તિની ધરપકડ કરતી સુરત પોલીસ- જુઓ કેવી રીતે થયો પર્દાફાશ

શહેરના પુણા વિસ્તાર માં ATS એ દરોડા પાડ્યા હતા. તે દરમ્યાન લગભગ 518 કિલો જેટલા ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ઓપ્રેસન સુરત SOG ટીમ અને ATS ની ટીમ એ સંયુક્ત મળી ને કર્યું હતું. બાતમી ના આધારે ચંદન નો મોટો જથ્થો હોવાની વાત મળી હતી. હાલ ATS અને સુરત SOG ની દરોડા કાર્યવાહી જારી છે અને સાથે 2 વ્યક્તિ ની પૂછપરચ પણ કરવામાં આવી છે.

ATSના અધિકારીઓએ બાતમી મળી હતી કે, ચંદનના લાકડાની ખુલેઆમ હેરાફેરી થઇ રહીં છે. બાતમીના આધારે સુરત SOG ટીમ અને ATS ની ટીમ એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. સાથે જ ચંદનના લાકડા સાથે બે વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ દરોડા દરમિયાન વન વિભાગના અધિકારીઓને સાથે રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, ચંદનના જથ્થા પર દરોડા કરીને બે વ્યક્તિને અટકાયત કરવામાં આવી છે. પકડાયેલું લાકડું ચંદનનું જ છે કે કેમ તે જાણવા માટે વન વિભાગના અધિકારીઓની મદદ પણ લેવાઈ છે. પુનિત નૈય્યરએ જણાવ્યું કે, પુણા ગામમાંથી ટોટલ 23 નંગ ચંદનના લાકડા એટલે 518 કિલો માલ જપ્ત કર્યો છે. હવે સેમ્પલ એગ્રીકલચર યુનિવર્સીટીમાં મોકલીશું. જેનાથી ઓઇલ કન્ટેન્ટ અને સેમ્પલ વેરીફાય થશે, ગ્રામ્ય વિસ્તારમાંથી જ કપાયા છે. હવે ત્યાં જઈ તપાસ કરીશું અને ક્યાં વેચાણ કરવાના હતા. તેની આગળ તપાસ કરીશું.

આ દરમિયાન આ બાગમાંથી ચંદનના વૃક્ષો ચોરાવાની ઘટના અવાર-નવાર સામે આવતી રહી છે. ત્યારે અત્રે નોધનીય છે કે, આ કેસમાં સૌથી ગંભીર બાબત એ છે કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ ઘટના અંગે રસ્તામાં કોઈ જ ફરિયાદ કરવામાં આવી નથી કોઈ પણ વૃક્ષ કપાય તો તેની ફરિયાદ કરવાની પાલિકાના અધિકારીઓની જવાબદારી આવે છે તેમ છતાં આ ઘટનામાં હજુ સુધી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી, ગાર્ડન તેમજ વોચ એન્ડ વોર્ડના અને અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરવા માટે એકબીજાને ટપલી દાવ આપી રહ્યા છે

અત્રે નોધનીય છે કે, ગાંધી બાગમાં કુલ 30 CCTV કેમેરા લગાવવામાં આવેલા છે. આ ઉપરાંત, રાઉન્ડ ધ ક્લોક 9 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક કાર્યરત રહે છે તેમ છતાં ચંદનની વૃક્ષની ચોરી અટકી નથી ગાંધી બાગ માં સુરક્ષા વ્યવસ્થા માટે સિક્યુરિટી પાછળ આ વર્ષે 3.50 કરોડ ખર્ચ થતો હોવાનું જાણવા મળેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *