અપહરણ અને લૂંટના ગુનાના બે વર્ષથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત પોલીસ

સુરત શહેરના પોલીસ કમિશનરએ સુરત વિસ્તારમાં નોંધાયેલ ગંભીર પ્રકારના ગુનાઓને શોધી કાઢવા તેમજ અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા ક્રાઈમ બ્રાન્ચને સુચના આપવામાં આવેલી છે. જેથી સુરતમાં ગુનાનો ગ્રાફ ઘટે અને આરોપીઓ પકડાઇ જાય.

આ બાબતે પોલીસ તેમના માણસોને બાતમી મળી હતી કે અપેક્ષા નગર સોસાયટીના નાકે આરોપી પ્રદીપ ઉંમર વર્ષ 27 રહેઠાણ: ગોપાલ નગર સોસાયટી જયેશભાઈ ના મકાનમાં પર્વત પાટિયાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને લૂંટના ગુનામાં વોન્ટેડ હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરતના બે વર્ષ પહેલા અગાઉ રીંગરોડના અભિષેક માર્કેટ પાસેથી યશ નામના વ્યક્તિને મોટરસાઈકલ ઉપર બેસાડી અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ ઢીકમુક્કીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરિયાદીના મોબાઇલ તથા પર્સમાં રહેલા રોકડા 15000 રૂપિયા ડીંડોલી ખાતે કોઈ અજાણ્યા વ્યક્તિના મકાનમાં લઈ જાય ત્યાં ગોંધી રાખવામાં આવેલા હતા.

આરોપી ધરપકડથી બચવા માટે આજ દિવસ સુધી તે નાસતો ફરતો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનના માણસોને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *