Surat Crime News: ટેક્સટાઇલ માર્કેટમાં અવારનવાર છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હતી. ત્યારે ગોડાદરા વિસ્તારમાંથી પણ છેતરપિંડીની ઘટના સામે આવી હતી,જેમાં શહેરમાં ગોડાદરા વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટના વેપારી સાથે 5.30.041 રૂપિયાની છેતરપિંડી (Surat Crime News) કરી નાસી જનાર આરોપીઓને ગોડાદરા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે.
ખોટી ઓળખ બતાવી છેતરપિંડી આચરી
સુરત શહેરને ટેક્સટાઇલ સીટીનું બિરુદ મળ્યું છે અને દેશ વિદેશમાં આ નામથી સુરત ઓળખાય છે પરંતુ ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ માટે મોટી સમસ્યા ઉઠામણાની છે. ત્યારે ઉઠામણાની ઘટનાઓમાં પડદા પાછળની ભૂમિકા ભજવતાઆરોપી હવે પોલીસના પાંજરે પુરાયો છે. આ આરોપીઓએ રાજ ટેક્સટાઇલ માર્કેટના વેપારીને પોતાની ખોટી ઓળખ આપી, ખોટા ડોક્યુમેન્ટ્સ બતાવીને 5.30.041ની કાપડની છેરપીંડી કરી હતી.
આ આરોપીની કરી ધરપકડ
વેપારીને પોતે છેતરાયા હોવાની જાણ થતા તેમને તાત્કાલિક આ અંગે પોલીસને ફરિયાદ કરતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે 35 વર્ષીય દલાલ ભરત બ્રિજ ગોપાલ, 43 વર્ષીય વશીશ ઇન્દ્રમની, 32 વર્ષીય અંકિત ઉમાશઁકર, 36 દલાલ વર્ષીય પ્રેમસુખ સ્વામી ઉર્ફે જગદિશપ્રસાદ સ્વામી તથા મહાવીર સિંહ અભેસિંહ ચૌહાણ અને શત્રુઘ્ન ઉફે બબલુને ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આ આરોપીઓને પકડી પાડી આ અગાઉ તેમને આવી છેતરપિંડી કોઈ સાથેકરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે. હવે આ સમગ્ર મામલે તેની પૂછપરછમાં મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં. ગોડાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ એસ આચાર્ય, પીએસઆઇ જે આર તિવારી, એસ આઇ રવિન્દ્ર ભાઈ શરદભાઈ, અહેકો જશવંતસિંહ છગનભાઈ , એક અશ્વિનભાઈ પરબતભાઈ, અપોકો પૃથ્વીરાજસિંહ બળવંતસિંહ, અપોકો હરેશ નરસિંહભાઈ, અપોકો ગૌતમ કુમાર દિનેશભાઈ, અપોકો પ્રતીકકુમાર રમેશભાઈએ આ કામગીરી કરી પોલીસની ઉતકૃષ્ટ કાર્ય કર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App