Surat Duplicate Shampoo News: આપણા વાળની સારી કેર માટે આપણે મોંઘા શેમ્પુ અથવા મોંઘી બ્રાન્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ નાકળીના (Surat Duplicate Shampoo News) સોદાગરો આપણને છેતરી જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે.અમરોલી છાપરાભાઠા રોડના એક ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીના 16.36 લાખના નકલી શેમ્પુ મળી આવ્યા હતા, જેનું ઈ-કોર્મસ પર વેચાણ થતું હતું. કંપનીના કર્મચારીએ અમરોલી પોલીસને જાણ કરી હતી.
બ્રાન્ડેડ નકલી શેમ્પુના ગોડાઉન પર પોલીસે દરોડા પાડ્યા
સુરત શહેરમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સા સામે આવે છે.ત્યારે પોલીસે અમરોલી છાપરાભાઠા રોડ પર હિલ્ટન બિઝનેસ હબના બીજા માળે ઓફિસ ક્રમ ગોડાઉનમાં રેડ કરી હતી, જેમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પુ એક લિટરની બોટલો નંગ-1400 મળી હતી, જેની નંગની કિંમત 1100 રૂપિયા છે
પોલીસે કંપનીના કર્મચારીની ફરિયાદ લઈ 3 સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં ઓફિસમાં કામ કરતા હિતેશ ધીરૂ શેઠ (50) (રહે, ખોડલધામ એપાર્ટ, સિંગણપોર, મૂળ, દડવા ગામ, ભાવનગર)ની ધરપકડ થઈ છે. હિતેશ 12 હજારનો કર્મચારી છે, જ્યારે ઓફિસ ડેનીશ વિરામી અને જેમીલ ગાબાણીની છે. હાલમાં બંને ભાગી ગયા છે. પોલીસે જણાવ્યું કે આ નકલી શેમ્પુ આરોપીઓ ઈ-કોર્મસ પર ઓનલાઇન વેચાણ કરતા હતા, જેમાં એક શેમ્પુ પર એક શેમ્પુ ફ્રી આપતા હતા તો કોઈવાર સ્કીમ રાખી સસ્તામાં વેચાણ પણ કરતા હતા.
આ રીતે ઝડપાયું સમગ્ર રેકેટ
કંપનીએ ઓનલાઇન ઓર્ડર કરતાં નકલીનો ખેલ સામે આવ્યો હતો અને પોલીસને સાથે રાખીને ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, કંપનીએ માલની ચકાસણી કરતાં બોટલ પર એમ્બોસ માર્ક, હોલોગ્રામ તથા બેચ, તારીખ વગેરે ન હતા, જેથી આખો જથ્થો નકલી હોવાનું ખુલ્યું હતું.
ગોડાઉનના ક્લાર્કની કરવામાં આવી પૂછપરછ
ઉલ્લેખનીય છે કે, લોકો પોતાના વાળની ટ્રિટમેન્ટ કરવા માટે અને ખોડાને દૂર કરવા માટે આ બ્રાન્ડના શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ડેનિશ અને જેમિલ દ્વારા વેચાણ કરવામાં આવેલા શેમ્પુ લોકોના વાળને ફાયદો નહીં પરંતુ વ્યાપક નુકસાન પહોંચાડી નુકસાન કરતા હતા કારણ કે આ શેમ્પુ ઓરીજનલ નહીં નકલી હતું. ગોડાઉનના ક્લાર્કની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે, તે માત્ર ગોડાઉનનું સંચાલન કરતો હતો પરંતુ કતારગામ વિસ્તારનો રહેવાસી ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી આ બંને આ શેમ્પૂ તૈયાર કરી તેનું વેચાણ કરતા હતા.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App