સુરત પોલીસે નકલી નોટો છાપતી એક ગેંગનો પર્દાફાશ કરીને બાતમીને આધારે 25.45 લાખની ડુપ્લીકેટ નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પેટ્રોલિંગ સમયે પોલીસને માહિતી મળી હતી કે, આરોપીઓ 2000 અને 500ની ડુપ્લીકેટ નોટ લઈને બજારમાં વટાવા જઈ રહ્યા છે. જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે એક ડમી ગ્રાહક ઉભો કરીને બજારમાં છટકું ગોઠવ્યું હતું અને યોજના મુજબ આરોપીઓ જેવા ડમી ગ્રાહક પાસે આવ્યા કે, પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ડુપ્લીકેટ નોટ સહિત તેમની કાર અને બે મોબાઈલ ફોન કબ્જે કર્યા છે અને બંને આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મળતી માહિતી પ્રમાણે, એક આરોપીએ જણાવ્યું છે કે, અત્યાર સુધીમાં 2000ની 5 નોટ વટાવી છે.
અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા ગુજરાત પોલીસે નકલી નોટો છાપતી એક ગેંગનો પર્દાફાશ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ અને આ ટોળકીના મુખ્ય સુત્રધાર સહિત પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ટોળકી દ્વારા અત્યાર સુધીમાં 26 હજાર રૂપિયાની નકલી નોટો છાપવામાં આવી હતી. તેમની પાસેથી 70 લાખ રૂપિયાની નોટો મળી આવી હતી. તેઓ પ્રસાદના બોક્સમાં નકલી નોટો પહોંચાડતા હતા, જેથી કોઈને શંકા ન થાય. હવે જોવાનું એ રહ્યું છે કે, સુરત પોલીસ નકલી નોટો છાપતી આ ગેંગને શું સજા સંભળાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.