સુરતમાં એક શિક્ષિત પ્રજાપતી પરિવાર પર રક્ષાબંધનના દિવસે જ આભ તૂટી પડ્યું છે. જીંદગીથી કંટાળી મહિલા તબીબે પહેલા પોતાની માતા અને પછી નાની બહેનને બેભાન કરવાના ઈન્જેક્શનના આપીને હત્યા કર્યા બાદ પોતે પણ ઉંઘની ૨૦ થી વધુ ગોળીઓથી સુસાઈડનો પ્રયાસ કર્યો હતો.
મહિલા તબીબે પોતાના મરણ પહેલાના ડિક્લેરેશનમાં કહ્યું હતું કે, મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી પણ મારા વગર માતા-બહેનનું શું થશે? એ ચિંતામાં હત્યા કરી હતી. હાલ તો પોલીસ દ્વારા ડોક્ટર દીકરી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટના ની જાણકારી મળતા પોલીસે માતા પુત્રી ના લાસ ને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.ઘટના ગઈકાલે રાત્રે બની હતી જેમાં આજે સવારે માતાપુત્રી નું કરુણ મોત નીપજ્યું છે…
સુરત કિરણ હોસ્પિટલ ના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી આ છે ડોક્ટર દર્શના પ્રજાપતિ…જે પોતાની માતા મંજુલા બેન અને શિક્ષિકા બહેન ફાલ્ગુની સાથે ચોકબજાર વિસ્તારમાં ચીકુવાડી ખાતે આવેલ સહજાનંદ સોસાયટીમાં રહે છે. ડો.દર્શના એ ગતરાત્રે જિંદગી થી કંટાળી જઇ પહેલા તો માતા મંજુલા અને ત્યારબાદ શિક્ષિકા બહેન ફાલ્ગુની પ્રજાપતિ ને ઊંઘ ની વધુ પડતી લિકવિડ ઇન્જેક્શન મારી મોત ને ઘાટ ઉતર્યા હતા.અને ત્યારબાદ પોતે ઊંઘ ની વધુ પડતી દવા લઈ આપઘાત નો પ્રયાસ કર્યો છે.
ઘટના ની જાણકારી મળતા ચોકબજાર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ એ ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી હતી..ડો દર્શના પ્રજાપતિ ની.પૂછપરછ મા પોલીસ ને જાણવા મળ્યું છે કે ડો દર્શના તેની.બહેન ફાલ્ગુની અને માતા ભાઈ ભાભી સાથે એકસાથે રહેતા હતા.પરંતુ છેલ્લા 3 દિવસ થી ભાઈ ભાભી ઘરે ન હતા.દરમિયાન ગઈકાલે ડો. દર્શના એ જિંદગી થી કંટાળી જઈ બંને બહેનો અને માતા સાથે સામુહિક આપઘાત કરવાનું.નક્કી.કર્યું હતું. જેમાં દર્શના પોતે ડોક્ટર હોય તે ઊંઘ ની.લિકવિડ ઇન્જેક્શન ઘરે લાવી બહેન અને માતા ને આપી મોત ને ઘાટ ઉતારી હતી.
ત્યારબાદ પોતે પણ આપઘાત નો પ્રયાસ કર્યો હતો..પરંતુ સમગ્ર ઘટના માં માતા અને બહેન ફાલ્ગુની નું સવાર થતા કરુણ મોત થયું હતું જયારે ડોક્ટર ના શરીર ના ધબકારા ચાલતા હોય તેમને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પર હાજર ડોક્ટરે ત્રણેય ની સારવાર શરૂ કરી હતી પરંતુ માતા પુત્રી ને બચાવી શક્યા ન હતા ,જ્યારે ડો.ફાલ્ગુની હાલ કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ સમગ્ર બાબતે એસીપી D G ચાવડા એ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ સમગ્ર ઘટના માં હાલ.ડો.દર્શના પ્રજાપતિ નો ભાઈ કોઈ પોલીસ ફરિયાદ કરવા માંગતો નથી. પરંતુ સવાલ અહીં 2 મોત નો છે.જેમાં પોલીસ હવે કઈ દિશા મા તપાસ શરૂ કરે છે. જોકે ડો.દર્શના પ્રજાપતિ એ માતા અને બહેન ને ઇન્જેક્શન આપી હત્યા કરી છે ત્યારે શુ પોલીસ પોતે ફરિયાદી બની હત્યા નો ગુન્હો નોંધી ડો.દર્શના પ્રજાપતિ ધરપકડ કરશે.
જોકે દર્શના પ્રજાપતિ પોતે ડોક્ટર છે અને પોતાની.બહેન શિક્ષિકા છે ત્યારે આર્થિક સંકડામણ કે જીવન થી કંટાળી જઈ આપઘાત કરવો એ વાત લોકો ના ગળે ઉતરતી નથી. ત્યારે પોલીસ દૂધ નું દૂધ અને પાણી નું પાણી કેવી રીતે કરે છે તે જોવું અગત્ય નું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.