સુરતની સૌથી ભયંકર આગ- કરોડો લીટર પાણીનો છંટકાવ છતાં આગ બેકાબૂ

સુરત શહેરના પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં અડધી રાતે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ આગ ભયંકર રૂપ ધારણ કરી લેશે આવી કોઈને આશા નહતી.

જોત જોતામાં આગ આખા ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને આગે ઝપટમાં લઇ લીધી હતી. એક જગ્યાએથી આગ કાબૂમાં આવે ત્યાં ફરી બીજે લાગે છે. પહેલા માળે કાબૂમાં આવેલી આગ ફરી પહેલા માળે લાગી ગઈ હોવાનું સામે આવ્યું છે. એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કામગીરી કરી રહી છે.


NDRFની ટીમ ઘટના સ્થળે રાહત માટે પહોંચી ગઈ છે. 33 જેટલા જવાનોની ટીમ હાલ માર્કેટ પરિસરમાં ગોઠવાઈ ગઈ છે. NDRFના જવાને જણાવ્યું હતું કે, અમે ફાયરબ્રિગેડની પાણી મારો કરીને આગ પર કાબૂ મેળવવા માટેના પ્લાનમાં થોડા સજેશન આપ્યાં હતાં. જે ચીફ ફાયર ઓફિસરે સ્વિકારીને તે મુજબ કામ કરવાનું શરૂ કર્યું છે. હાલ આગથી કોઈ અન્ય દુર્ઘટના સર્જાય તો રાહત અને બચાવ માટે ટીમને તૈનાત કરવામાં આવી છે.

રાત્રીના સાડા ત્રણ આસપાસના સમયથી લાગેલી આગમાં હવે ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાનું સામે આવ્યું છે. ACમાં પ્રચંડ પાંચ વિસ્ફોટ આસપાસમાં સંભળાતા આગ બાદ બ્લાસ્ટના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. સાથે જ આગ પર કાબૂ મેળવતા ફાયરના ઓફિસરો પણ સાવધાની દાખવી રહ્યાં છે.

કલાકોથી લાગેલી આગમાં રઘુવીર માર્કેટનો 14મો માળ સંપૂર્ણ બળીને ખાક થઈ ચક્યો હોવાનું સામે આવી રહ્યું છે. હાલ પણ પહેલા માળથી લઈને અન્ય માળમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનો તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ આગ એટલી ભયંકર હતી કે વધુ ગાડીઓ મંગાવી હતી. ફાયરના અધિકારીઓએ બ્રિગેડ કોલ જાહેર કરી અને તમામ સ્ટાફને માર્કેટ પર બોલાવી લીધા હતા. બપોરે ત્રણ વાગ્યા સુધી આગ પર કાબુ ન આવતા કલાકો બાદ પણ આગ સળગી રહી છે.ફાયરસેફ્ટીના અભાવે માર્કેટને સીલ કરી દેવાનું નિવેદન સુડાના ચેરમેને આપ્યું છે.

સુડાના ચેરમેને બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, બિલ્ડીંગમાં ઈલેક્ટ્રીક વાયરીંગ અને બિલ્ડીંગને નોટિસ આપવામાં આવી હતી. 13 દિવસ અગાઉ આગ લાગી હતી. તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવના કારણે હવે બિલ્ડીંગને સીલ કરી દેવાની કામગીરી કરવામાં આવશે.


ફાયર બ્રિગેડના લાશ્કરોની કુલ 76 જેટલી ગાડીઓ રઘુવીર માર્કેટ પર પહોંચી હતી ઉપરાંત ત્રણ હાઇડ્રોલિક પ્લેટફોર્મને પણ બોલાવીને સાત માળની આ માર્કેટના તમામ ફ્લોર પર આવેલી દુકાનો અને ગોડાઉનોમાં પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના નિરર્થક પ્રયત્નો શરૂ કર્યા હતા. પરંતુ બપોરે પોણા ત્રણ વાગ્યા સુધી એટલે કે કલાકો સુધી લાખો લિટર પાણીનો મારો ચલાવ્યા પછી પણ આગ પર કાબુ મેળવી શકાયો નથી.

રઘુવીર માર્કેટ ખાતે પંદર દિવસ પહેલા પણ આગ લાગી હતી અને ત્યારે લાશ્કરોએ તુરંત આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે, આ ઘટનામાંથી કોઇ બોધપાઠ લેવાયો ન હતો અને દુર્ઘટના સમયે કેવા પગલા લેવા તેની પણ કોઇને વિગતો અપાઇ નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *