સુરતનો અલકાપુરી રેલવે ઓવર બ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો

Surat Alkapuri Bridge: આમ તો સુરતને બ્રિજ સીટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં વર્ષો જૂના પણ ઘણા પુલ આવેલા છે. જેમાનો એક પુલ એટલે સુમૂલ ડેરી રોડ પર રેલ્વે લાઈનની ઉપરથી પસાર થતો અલકાપુરી બ્રિજ. જે (Surat Alkapuri Bridge) વર્ષો જૂનો છે. જેને સમારકામ અર્થે 70 દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હતો. આ ઓવરબ્રિજ વરાછા અને કતારગામને જોડે છે.

આમ તો વરાછા અને કતારગામને જોડતા અન્ય બ્રિજ પણ છે. પરંતુ હીરામાં કામ કરતા લોકો મોટાભાગે અલકાપુરી બ્રિજનો ઉપયોગ કરે છે. એવામાં અલકાપુરી બ્રિજ બંધ હોવાને કારણે સ્થાનિક લોકોને ચકરાવો થતો હતો.લોકોને ટ્રાફિકમાં ફસાવું પડતું હતું.

હવે, અલકાપુરી બ્રિજ 70 દિવસ બાદ ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેનાથી શહેરીજનોને સરળતા થશે. આ બ્રિજ બંધ હોવાને કારણે પ્રમુખસ્વામી મહારાજ ઓવરબ્રિજ પર લાંબો ટ્રાફિકજામ થતો હતો. જેનાથી પણ હવે પબ્લિકને છુટકારો મળશે.