સુરત: તસ્કરો મોટાભાગે તેમના પરિવાર (Family) ના પુરૂષ સભ્યોને સાથે રાખીને ચોરી કરતાં હોય છે જયારે સુરત શહેર (Surat city) માં એક અજીબો ગરીબ ચોરી (Theft) ની ઘટના સામે આવી રહી છે. રાંદેર (Rander) માં એક એવી ચોરીની ઘટના સામે આવી છે કે, જેમાં એક ચોરની પત્ની (Wife) સાથે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યો હતો તેમજ દુકાનમાંથી ACનું વજનદાર મશીન ચોરીને જઈ રહ્યો હતો.
View this post on Instagram
આ દરમિયાન તેઓ પગથીયું ચુકી જતાં મશીન તેની ઉપર પડ્યું હતું કે, જેની નીચે દબાઈ જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થવ પામી છે. જેને આધારે હાલમાં પોલીસ દ્વારા તેની પત્નીની અટક કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
મળી રહેલ જાણકારી મુજબ શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ ભેરૂનાથ જ્વેલર્સમાં એક ચોર તેની પત્નીની સાથે ચોરી કરવા માટે આવ્યો હતો. આ જ્વેલર્સમાંથી ACનું વજનદાર મશીન ચોરીને બહાર નીકળતો હતો. આ દરમિયાન તેણે ઉંચકેલા વજનદાર મશીનને લીધે તે એક પગથીયું ચૂકી જતાં મશીન તેની ઉપર પડ્યું હતું.
ચોર મશીનની નીચે દબાઈ ગયો હોવાને લીધે ત્યાં જ તેનું મોત નીપજ્યું હતું. આ જ્વેલર્સ નજીકના કમ્પાઉન્ડમાં તેનો મૃતદેહ મળી આવતાં ત્યાંના લોકોએ પોલીસને જાણ કરી દેવામાં આવી હતી કે, જેથી પોલીસે CCTV ચેક કરીને તપાસ શરૂ કરી હતી.
ચોરની પત્નીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઈ:
પોલીસે CCTV ચેક કરતાં ચોરીના ઈરાદે આવેલ મૃતક આકાશ સલામ શેખ જ્વેલર્સની દુકાનની છત પરથી ACનું આઉટડોર મશીન ચોરીને પગથીયા ઉતરતો દેખાયો હતો. આ દરમિયાન તે પગથીયું ચૂકી જતાં મશીન તેની ઉપર પડ્યું હતું તેમજ તે મશીન નીચે દબાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાથી પોલીસ પણ આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. 22મીની રાત્રે 2.48 વાગ્યે ચોર સામાન ચોરીને નીકળતો હોવાનું CCTVમાં જોવા મળ્યું છે. મૃતક ફૂલવાડી નહેરુનગરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલમાં મૃતદેહ સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમમાં મોકલીને આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.