Surat Rape case: નવરાત્રીના પાવન પર્વમાં દેવીસવરૂપ બાળાઓ દુષ્કર્મનો ભોગ બની રહી છે. નવરાત્રીના બીજે જ નોરતે વડોદરાના ભાયલીમાં સામુહિક દુષ્કર્મના (Surat Rape case) પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા, ત્યારે હવે સુરતના માંગરોલ તાલુકાના બોરસરા ગામની સીમમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. વડોદરાની જેમ જ નરાધમોએ સુરતની સગીરાને શિકાર બનાવી હતી. દિવસને દિવસે બનેલી રહેલી દુષ્કર્મની ઘટના અંગે ગુજરાતમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી અનુસાર સુરતના માંગરોળ તાલુકાના બોરસરા ગામની સીમમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. જેમાં જાણવા મળ્યું છે કે સગીરા રાત્રિના સમયે પોતાના મિત્ર સાથે ઉભી હતી, તે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ આવી યુવતી અને તેના મિત્રો સાથે અભદ્ર વર્તન કર્યું હતું. રાત્રિના સમયે 3 અજાણ્યા શખ્સોએ સગીરાના મિત્રને માર-મારી ભગાડી દીધો. અને ત્યાર બાદ યુવતીને નજીકની અવાવરું જગ્યાએ લઈ જઈએ દુષ્કર્મ આચર્યું હતું.
રાતે સગીરા જયારે પોતાના મિત્ર સાથે ઉભી હતી, ત્યારે અજાણ્યા શખ્સોએ આવીને તેમની સાથે અભદ્ર વર્તન કર્યું. રાત્રિના સમયે 3 અજાણ્યા શખ્સોએ સગીરાના મિત્રને માર-મારી ભગાડી દીધો. એ પછી સગીરાને નજીકની અવાવરુ જગ્યાએ લઈ જઈ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ પૈકી એક શખસે દુષ્કર્મ આચર્યું હતું. અન્ય બે શખસોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં તે તપાસનો વિષય છે.
આ ઘટનાની જાણ થતા જ કોસંબા પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે. સાથે જ સગીરાનું પોલીસ મથકમાં નિવેદન લેવામાં આવ્યું છે. સાથે જ પીડિતાના પરિવારના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે. પોલીસે આ કેસની સઘન તપાસ કરવા માટે અને આરોપીઓને શક્ય એટલી જલ્દી પકડવા માટે ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લીધી છે.
વડોદરા બાદ સુરત જીલ્લામાં પણ સામુહિક દુષ્કર્મની ઘટના બનતા ગુજરાતની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ થયા બાદ સુરત જિલ્લા રેન્જ IG, જિલ્લા પોલીસવડા, LCB, SOGએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App