ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10(Standard 10th)ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે ધોરણ 10નું 65.18% પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશે. સુરત(Surat) જિલ્લાનું સૌથી વધુ 75.64 %અને પાટણ(Patan) જિલ્લાનું સૌથી ઓછું 54.29 % પરિણામ આવ્યું છે. આ વખતે છોકરીઓએ છોકરાઓ કરતાં 11.74 ટકા વધુ પરિણામ મેળવીને બાજી મારી લીધી છે.
ત્યારે આ પરિણામની વચ્ચે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના અને હાલમાં ડાયમંડ નગરી સુરત શહેરમાં રહેતા અને હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા રાકેશભાઈ કચ્છીની પુત્રી હેત્વી SSC ગુજરાત બોર્ડ એક્ઝામમાં 99.93 PR સાથે હીરાની જેમ ચમકી અને ઝળહળતું પરિણામ લાવી માતા-પિતા સહીત પરિવાર, સમાજ અને શાળાનું નામ રોશન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, દીકરી હેત્વીને 99.93 PR તો આવ્યા જ છે, સાથે સાથે ગણિત અને સંસ્કૃત વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. રાકેશભાઈને બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરી હેત્વી અને નાની દીકરી ગોપી છે, જે હાલ ધોરણ 4માં અભ્યાસ કરે છે. હેત્વી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, સાયન્સમાં A ગ્રુપ રાખી એન્જિનિયર બનવાનું સપનું છે.
હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા પિતાની દીકરીએ ધોરણ 10 બોર્ડમાં પૂરી મહેનત અને લગાન સાથે 99.93 PR લાવી છે. જેને કારણે પરિવારમાં પણ ખુશીનો માહોલ જામી ગયો છે.
સુરત જિલ્લાનું સૌથી વધુ 75.64% પરિણામ:
સુરત જિલ્લાનું 75.64 % પરિણામ આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 75.65 % પરિણામ આવ્યું છે. જેના પગલે શાળાએ પહોંચેલા વિદ્યાર્થીઓમાં કઈક અનેરો આનંદ જ જોવા મળી રહ્યો છે.
2532 વિદ્યાર્થીઓએ મેળવ્યો A-1 ગ્રેડ:
સુરતમાં 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે સુરત જીલ્લામાં A-2માં 9274, B-1માં 13371, B-2માં 15180, C-1માં 13360, C-2માં 6256 અને Dમાં 329 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.