સુરત પોલીસે ચડ્ડી ગેંગના 10 લુંટારાઓને ઝડપી પાડ્યા- પોલીસ પૂછપરછમાં બહાર આવી ચોંકાવનારી વાત

સુરત ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય ચડ્ડી-બનિયાનધારી ગેંગના 10 સાગરીતોને ઝડપી પાડયા છે. જાણવા મળ્યું છે કે, આ ગેંગ સુરત તેમજ આસપાસના તમામ શહેરોમાં દિવસ દરમિયાન ફુગા વેચવાના બહાને ફરતી હતી અને ત્યારબાદ રિક્ષામાં બેસી સમગ્ર વિસ્તાર તથા વી.આઈ.પી ઘરોની રેકી કરતા હતા. આ ગેંગ રાત્રી દરમિયાન VIP ઘરોને નિશાન બનાવતી હતી. જ્યારે લૂંટ અથવા ધાડ પાડવા જાય ત્યારે ઘરની અંદર ત્રણ લોકો પ્રવેશતા હતા અને સાત લોકો ઘરની બહાર રેકી કરતા હતા. લૂંટ કરતાં પહેલાં તેઓ ઘરની અંદર રાખેલું જમવાનું જમતા હતા અને બાદમાં ગુનાને અંજામ આપતા હતા.

છેલ્લા કેટલાય દિવસથી સુરત શહેરમાં ધાડ અને લૂંટના ગુનાઓની સંખ્યા વધી રહી હતી. પોલીસ સતત આ ગેંગને શોધી રહી હતી. જોકે, આ ગેંગ એટલી ખતરનાક હતી કે પોલીસના હાથમાંથી છટકી જતી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ધાડપાડુ ગેંગ હાલ સુરત શહેરમાં ફરી રહી છે. જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચએ વોચ ગોઠવી આ ગેંગને ઝડપી પાડી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી પારધી ગેંગના હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વાત બહાર આવી હતી જેમાં આ ગેંગમાં મહિલાઓ પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ બપોરના ચાર વાગ્યાના અરસામાં વિવિધ વિસ્તારોમાં ફુગ્ગા વેચવાના બહાને ફરતી હતી. ત્યારબાદ આ ગેંગના લોકો રિક્ષામાં બેસીને જે તે વિસ્તારની રેકી કરતા હતા. જરૂરી માહિતી રીક્ષા ચાલક પાસેથી મેળવી લેતા હતા અને બાદમાં રાત્રીના બે વાગ્યાના અરસામાં આ ગેંગ પોતાના કપડાં બદલી ચડ્ડી-બનિયાનધારી વેશ ધારણ કરી લેતા હતા.

તે VIP ઘરને નિશાન બનાવતા હતા અને ત્યાં આ ગેંગ રાત્રે પહોંચી જતી હતી. જેમાં રાજકુમાર, દેવા પારગી તથા ગજરાજ બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેસ્તા હતા. બાકીની ગેંગ બહાર રેકી કરતી હતી. જો રાત્રી દરમિયાન કૂતરા ભસે તો તેને ગિલોલથી ભગાડી દેતા હતા. ઘરમાં સૌ પ્રથમ તેઓ જમવાનું હોઈ તો જમી લેતા હતા અને બાદમાં લૂંટ અઠવા ધાડના ગુનાને અંજામ આપતા હતા.

આ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, જો કોઈ મકાન મલિક તેનો વિરોધ કરવા જાય તો તેમની હત્યા કરતા પણ અચકાતા નથી. પોલીસ દ્વારા તેમની પાસેથી કિંમતી ઘડિયાળ, રોકડ, ગિલોય, સોના ચાંદીના દાગીના મળી રૂપિયા 3.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. વધુમાં જાણવા મળ્યું છે કે, આ ગેંગ દ્વારા સુરત સિવાય રાજ્યના અલગ અલગ શહેરો અમદાવાદ, આણંદ, બિહાર, મુંબઈ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, પજાબ, વલસાડમાં 15 ગુનાઓને અંજામ આપી ચુક્યા છે. હજી આ આરોપીની કડક પૂછપરછ કરવામાં આવશે તો 100થી વધુ ગુનાઓ ઉકેલવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

આરોપીના નામ:1.નડું પારધી 2.દિનેશ પારધી 3.બાપુ ફુલમાળી 4.બલ્લાભાઈ ભીલ 5.કાલુ બામણી 6.રાજકુમાર પવાર 7.રાજુ સોલંકી 8.વિકાસ સોલંકી 9.અર્જુન સોલંકી 10.સિમ્બા પવાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *