Surat Cyber Cell: સુરત શહેર વધતા જતાં સાયબર ક્રાઇમના કેસને ધ્યાનમાં રાખીને સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાગરિકોની જગૃતા માટે સાયબર સંજીવની 1.0 અને સાયબર સંજીવની 2.0 શરૂ કરવામાં આવ્યું હતું. જેનો લાભ શહેરના 20 લાખથી વધુ લોકોએ લીધો હતો. ત્યારે હવે સુરત સાયબર ક્રાઇમ સેલ (Surat Cyber Cell) દ્વારા આવતીકાલે સાયબર સંજીવની 3.0 અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે.
આ અભિયાનમાં ભાગ લેવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમ ગૌહલોતએ શહેરની જનતાને અપીલ કરી છે. આવતી કાલે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંજીવની 3.0 શરૂ કરવામાં આવી રહ્યું છે. મિશનર અનુપમ ગૌહલોતએ જણાવ્યું હતું કે નાગરિકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા ફેલાવવા માટે સાયબર સંજીવની 3.0 શરૂ કરવામાં આવ્યું છે.
આ પહેલા સાયબર સંજીવની 1.0 અને સાયબર સંજીવની 2.0 દ્વારા શહેરમાં બનેલા સાયબર ફ્રોડને રોકવામાં ઘણી મદદ મળી હતી. તેથી હવે સાયબર સંજીવની 3.0 લોન્ચ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકો સાથે વધુ સારી રીતે કનેક્ટ થઈ શકાય અને સાયબર સેફ્ટી એન્ડ સિક્યુરિટી પ્રત્યે લોકો જાગૃત કરવામાં માટે માટે વિવિધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધાનું મુખ્ય હેતુ લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવાનો છે. જેથી જો તેમની સાથે કોઈ સાયબર ફ્રોડ થાય તો તેઓ સૌથી પહેલા સાયબર સેલનો સંપર્ક કરે.
સાયબર સેફ્ટી એન્ડ સિક્યુરિટી થીમ પર વિવિધ સ્પર્ધા
સાયબર સેફ્ટી એન્ડ સિક્યુરિટી થીમ પર વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાયબર સેફ્ટી રીલ્સ, સાયબર સેફ્ટી ડ્રોઈંગ, સાયબર સેફ્ટી વિચારધારા નિબંધ અને બ્લોગ્સ, સાયબર સેફ કોડ અપ અને સાયબર ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ સાયાબર અવરનેસ અને ડ્રામાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: aTrishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App