સુરતમાં નોંધાઈ પોતું ચોરાયાની ફરિયાદ- પોલીસ ફરિયાદ લેવામાં નાટક કરતી હોય તો આ સમાચાર ચોક્કસ વાંચો

તમે વારવાર સાંભળ્યું જ હશે ચોરી કે મારામારીની ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્ટેશનમાં જતા હોય છે. પરંતુ પોલીસ આવા લોકોની ફરિયાદ નોધવા ઘણીવાર હંફાવી દેતી હોય છે. પરંતુ સુરતમાં સરથાણા પોલીસ દ્વારા એક અજીબોગરીબ કેસમાં ફરિયાદ નોધવામાં આવી છે. આ ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે જેથી સમાજમાં દાખલો બેસે કે કોઈ પણ ઘટના બને પોલીસે ફરિયાદ લેવી જ જોઈએ.

આ સમગ્ર ઘટનામાં મળતી માહિતી અનુસાર, સરથાણા પોલીસે 150 રૂપિયાની કિંમતના ડંડાવાળું પોતું ચોરાયાની ફરિયાદ નોંધી છે. ફરિયાદીની ઓફિસની બહાર પાર્ટીશન બહાર મુકાયેલું પોતું સૂકવવા માટે મુક્યું હતું. જેને કોઈ અજાણ્યા વ્યક્તિઓ ચોરી ગયા હોવાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જેના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

જુઓ ઘટનાનો વિડીયો:

સુરતમાં ઉત્રાણ ખાતે આવેલા સૌરાષ્ટ્ર પેલેસમાં રહેતા જનકભાઈ બાલુભાઈ ભાલાળાએ (મૂળ ગામ-ઉમેજ, તાલુકો-ઉના) સરથાણા પોલીસમાં ફરિયાદ કરી છે. જે અનુસાર સહજાનંદ બિઝનેસ હબમાં 13 અને 14 નંબર વાળી ઓફિસના કાચના પાર્ટીશનની બહાર 4 સપ્ટેમ્બરના રોજ ડંડાવાળુ પોતું સૂકવવા માટે મુક્યું હતું.

ઓફિસના કાચના પાર્ટીશનની બહાર પોતું સુકવ્યા બાદ દરવાજો બંધ કરી જનકભાઈના સાળા કેવલભાઈ સાથે અંગત કામ હોવાના કારણે બહાર ગયા હતા અને સાંજે 8 વાગ્યાની આસપાસ પરત ફર્યા હતાં. આ દરમિયાન ઓફિસના કાચના પાર્ટીશનની બહાર સુકવેલું ડંડાવાળુ પોતું ગાયબ હતું. જેથી આ અંગે તપાસ કરતાં જાણવા મળ્યું કે, અજાણ્યા લોકો ડંડાવાળુ પોતું ચોરી ગયા છે. જે તેમને સીસીટીવી તપાસતા ખબર પડી.

ગઈકાલે રોજ રાતે લગભગ 9 વાગ્યાની આસપાસ ફરીયાદ નોધવામાં આવી હતી જેમાં તપાસ કરનાર સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પી.એમ.હઠીલાએ આરોપીઓને પકડી પડ્યા હોવાનું સુત્રો પાસેથી મળતી વિગતોમાં બહાર આવ્યું છે. ફરિયાદી જનકભાઈ ભાલાળાએ કહ્યું કે, લોકો અવારનવાર કહેતા હોય છે કે, અમારી બાઈક ચોરાઈ ગઈ, મોબાઈલ ચોરાયો કોઈ ફરિયાદ લેતું નથી. અમારૂં ડંડાવાળું પોતું 150ની જ કિંમતનું છે. ચોરી જ ન થવી જોઈએ. ચોરી થાય તો પોલીસે ફરિયાદ લઈને આરોપીની તપાસ કરીને તાત્કાલિક નિકાલ લાવવો જોઈએ એ હેતુથી આ ફરિયાદ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *