ADV Mehul Boghra: સુરતની સરથાણા પોલીસ ફરીવાર ADV મેહુલ બોઘરા(ADV Mehul Boghra)ની અડફેટે ચડી. ઉત્તરાયણના અગાઉના દિવસે સુરતમાં અલગ અલગ પતંગ બજારમાં લોકોની ખરીદી માટે ભારે ભીડ જામી હતી. મોટી દુકાનોથી લઈને રસ્તા પર પાથરણાંવાળા તમામ લોકો પતંગ વેચી રહ્યા હતા.ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ ભગવાન નગર ચાર રસ્તા પાસે એક પતંગના સ્ટોલમાંથી પોલીસ કર્મીનો મળતિયો વગર પૈસાએ ફીરકી લઇ ગયો હતો.જે ફિરકીમાં તે લોકો સંતુષ્ટ ન થતા બીજા દિવસે આવી ગાળાગાળી કરી હતી.આ ઉપરાંત પોલીસની પીસીઆર બોલાવી સ્ટોલ માલિકને સરથાણા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.જ્યાં તેમને અને તેના સ્ટોલ પર કામ કરતા કારીગરને માર મારવામાં આવ્યો હતો.
પોલીસનો મળતિયો ધાક-ધમકી આપી અગાઉ ફીરકી લઇ ગયો હતો
આ અંગે ફરિયાદી રાજેશભાઈએ જણાવ્યું હતું કે,સરથાણા વિસ્તારમાં ભગવાન નગર ચારરસ્તા નજીક રાજેશભાઈ ગજેરાએ પતંગ અને ફિરકીનો સ્ટોલ કર્યો હતો.ત્યારે ઉત્તરાયણની આગલી રાતે એટલેકે 13/1/24ના રાત્રે એક પોલીસ કર્મીનો મળતિયો આવ્યો હતો.જે રાજેશભાઈ પાસેથી પોલીસનો માણસ છે તેમ કહી વગર પૈસાએ ફીરકી લઇ ગયો હતો.જે બાદ બીજા દિવસે એટલે કે, 14/1/24 12: 50 બપોરના સમયજ યારે સ્ટોલ બંધ કરી રહ્યા હતા ત્યારે તે પોલીસનો મળતિયોં ફરી એકવાર આવીને ફિરકી બદલાવી દો તેવું કહ્યું હતું. તે દરમિયાન સ્ટોલમાં કોઈ માલ સમાન ન હતો. આથી રાજેશભાઈએ પોતાના મિત્રની ફીરકી તે મળતિયાને આપી દીધી હતી. તેમ છતાં પણ રાજેશભાઈ સાથે તે મળતિયાએ દાદાગીરી કરી હતી. તેમજ તે મળતિયા દ્વારા ધાક ધમકી આપી સરથાણા પોલીસને કોલ કરીને પીસીઆર બોલાવવામાં આવી હતી.
ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપવામાં આવી
વધુમાં જણાવ્યું હતું કે,પોલીસની પીસીઆરમાં ત્રણ પોલીસકર્મીઓ આવ્યા હતા,અને રાજેશભાઈને કહ્યું હતું કે,”તું અમારા માણસની સામે કેમ બોલે છે,તને ખબર નથી અમે કોણ છીએ”તેમ કહી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.તેમજ રાજેશભાઈના કારીગરને જાહેરમાં માર મારી જબરદસ્તી પીસીઆર વાનમાં બેસાડી સરથાણા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.જ્યાં રાજેશભાઈ તેમજ તેમના કારીગરને માર મારામાં આવ્યો હતો.આ ઉપરાંત રાજેશભાઈના કારીગરને પરાણે દારૂ પીવડાવી પ્રોબિહીશેનના કેસમાં ફસાવાની ધીમી આપવામાં આવી હતી.તેવા આક્ષેપો રાજેશભાઈ તેમજ તેમના કારીગર દ્વારા કરવામાં આવ્યા હતા.
ન્યાય મળવાની આશાએ ફરિયાદી એડવોકેટ મેહુલ બોઘરા પાસે ગયા
ફરિયાદી સાથે આ રીતે પોલીએ ખોટા ગેરવર્તન કાર્ય બાદ ફરિયાદી એડવોકેટ મેહુલ બોઘરા સમક્ષ ન્યાયની આશાએ પહોંચ્યા હતા.જ્યાં તેમને પોતાની સમગ્ર આપવીતી જણાવી હતી.જેને જાણી મેહુલ બોઘરા રોષે ભરાયા હતા તેમજ તેમણે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આ લોકો એક લુખ્ખા તત્વો હોઈ શકે.આ લોકોને પોલીસકર્મી નહિ પરંતુ લુખ્ખા તત્વો કહેવા જોઈએ.તે લોકો તેમને માલ્ટા પગારમાં સંતુષ્ટ નથી,જેના કારણે ગરીબ લોકોને હેરાન કરે છે.આવા લોકોને ક્યારેય છોડવામાં નહિ આવે.તેમજ વધુમાં આક્ષેપો કર્યા હતા કે,આવા લુખ્ખા પોલીસકર્મીઓએ તેની વર્ધી ઉતારી બીજી નોકરી શોધી લેવી જોઈએ.પ્રજાના પૈસે લીલા લહેર ન કરવા જોઈએ.
View this post on Instagram
આ દૃશ્યો પોલીસ માટે શરમજનક કહેવાય. જોકે, આ અંગે તપાસ થવી જરૂરી છે. જેનાથી નાના-મોટા વેપારીઓને લૂંટતા પોલીસ કર્મીઓનો પર્દાફાશ થઈ શકે.આ પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે,મોડીરાત સુધી પોલીસ ધંધો કરવા દે તથા હેરાન ન થવું પડે તે માટે લોકો ડરના કારણે આ રીતે પોલીસકર્મીઓને વસ્તુ આપતા હોઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube