નાની બાળકીઓ સાથેના દુષ્કર્મના બનાવ બાદ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો હોય તેમ ઉધના વિસ્તારમાં સ્કૂલે જઈ રહેલી વિદ્યાર્થિનીની છેડતી કરનાર રોમિયોને લોકોએ જાહેરમાં ફટકાર્યો હતો. રોમિયોને માર મારીને લોકોએ પોલીસને ઘટના સ્થળે બોલાવી લઈને આરોપીને પોલીસના હવાલે કર્યો હતો.
રોમિયોના કપડા ફાડી નાખ્યાં
ઉધના વિસ્તારમાં આવેલા જલારામનગર સ્થિત સ્કૂલમાં અભ્યાસ કરવા જતી વિદ્યાર્થિનીની એક રોમિયોએ છેડતી કરી હતી. આ અંગે સ્થાનિકોને જાણ થતાં જ લોકોએ રોમિયોને ઝડપી લીધો હતો. રોમિયોના શર્ટ ફાટી ગયો ત્યાં સુધી માર માર્યો હતો, સાથે જ પોલીસને ફોન કરીને લોકોએ ઘટના સ્થળે બોલાવી લીધી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આરોપીનો કબ્જો લઈને વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ આવા બનાવો બનેલા
ઉધના લિંબાયત વિસ્તારમાં થોડા દિવસો અગાઉ સ્કૂલમાં મુકવા જતી મહિલાની એક આધેડે છેડતી કરી હતી. મહિલાએ એક દિવસ પ્રતિકાર ન કર્યા બાદ ફરીથી છેડતી કરનાર આધેડને પોલીસ હવાલે કરાતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.