ગુજરાતનાં સુરત શહેરમાં અવાર નવાર મારામારીના બનાવો બનતા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી સુરતમાં અસામાજિક તત્વો બેકાબુ બન્યા છે તે સમયે સુરત શહેરનાં ડિંડોલી વિસ્તારમાં આવેલ એક દુકાનમાં અસામાજિક તત્વોએ ઘુસી ગયા અને તોડફોડ કરી હતી.
જો કે, સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થયા પછી દુકાન માલિકે આ અસામાજિક તત્વો સામે ફરિયાદ કરતા પોલીસ દ્વારા દુકાનદારની ફરિયાદ લેવાને બદલે અસામાજિક તત્વોની ફરિયાદ લઈને દુકાનદાર પર કાર્યવાહી કરવાથી વિવાદ સર્જાયો છે. ગુજરાત રાજ્યનું સુરત એક જ એવું શહેર છે જ્યાં બધી વસ્તુનો ઝડપથી વિકાસ રહ્યો છે તે સમયે ઝડપથી વિકસતા સુરત શહેરમાં પોલીસ તેમજ કાયદાની બીક લોકોને ન હોય એવું લાગે છે.
અત્રે ઉલેખનીય છે કે, અહીં અવાર નવાર અસામાજિક તત્વો બેફામ બને છે. તે સમયે ગઈ કાલનાં રોજ સુરત શહેરનાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક દુકાનમાં અસામાજિક તત્વો દુકાનમાં ઘુસીને દુકાન માલિકને માર માર્યો અને દુકાનમાં તોડફોડ પણ કરી હતી. જો કે, દુકાન માલિક દ્વારા તેનાં બચાવમાં એક લાકડી ઉઠાવી અને અસામાજિક તત્વોનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર બનાવ પછી પોલીસ દ્વારા દુકાનદારની ફરિયાદ લેવાને બદલે અસામાજિક તત્વોની ફરિયાદ લઇને દુકાન માલિક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, આખો બનાવ CCTVમાં કેદ થયો હતો, તે સમયે પોલીસને જાણ થઇ કે, હકીકતમાં આ અસામાજિક તત્વો ગુનેગાર છે.
હાલમાં પોલીસ અસામાજિક તત્વોની સાથે મળી હોવાને લઇને દુકાનદાર સામે કાર્યવાહી કરવાથી વિવાદમાં આવી ગઈ હતી. જો કે, અહીં ઉલ્ટા ચોર કોટ વાલકો ડાંટે એ કહેવત દુકાન માલિકની સાથે થઇ હતી. એક તો નુકસાન તેમજ એમાં પણ માર ખાધા બાદ પોલીસ દ્વારા ગુનેગાર બનાવવાથી આખા વિસ્તારમાં પોલીસ વિરુદ્ધ લોકોનો ગુસ્સો વધ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle