સંકટમોચક હનુમાનજીની સામે જ સંકટ બનીને આવ્યું મોત- જાણો કોની થઈ ચપ્પુ મારીને હત્યા

ડાયમંડ સીટી સુરત હવે ક્રાઈમ સીટી બનતું જાય છે. સુરતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સામે આવી…

ડાયમંડ સીટી સુરત હવે ક્રાઈમ સીટી બનતું જાય છે. સુરતમાં અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સામે આવી છે. ગત ૨૪ કલાકમાં ત્રણ હત્યાની (Surat Murder) ઘટનાથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે.

સુરતના લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં હત્યાની ઘટનાઓ સામે આવી છે ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા થઈ હતી જ્યારે ગોડાદરા વિસ્તારમાં બે યુવાનોએ જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં હત્યાની ઘટનાઓ સામે આવી છે ગોડાદરા વિસ્તારમાં જૂની અદાવતમાં યુવકની હત્યા થઈ હતી જ્યારે લીંબાયત વિસ્તારમાં બે યુવાનો એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયા હતા જોકે સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અને હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

ગોડાદરામાં માનસરોવર સોસાયટીમાં રહેતો સુરેશ ઉર્ફે સૂર્યા રમાકાંત ચૌધરીની રવિવારે ગોડાદરા સંકટ મોચન હનુમાન મંદિરની પાસે ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ હતી. સુરજ ઉર્ફે સુર્યા રમા શંકર ચૌધરી પાસેથી સૂર્ય પ્રતાપ સિંઘ ઉર્ફે ગોલુ દુર્ગાપ્રસાદ રાજપૂતે 3000 રૂપિયા લેવાના બાકી નીકળતા હતા દરમિયાન ગોલુ અને તેની ટોકળીએ સૂર્યા પર ચપ્પુ વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો.

જો કે, પોલીસ આ હત્યાની તપાસ કરવાની સાથે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી રહી હતી. બીજી તરફ લિંબાયત જંગલશા બાવાની દરગાહ પાસે મોસીન સલમાન ખાનની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી બનાવ સંદર્ભે લિંબાયત પોલીસે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *