દક્ષિણ ગુજરાતમાં આવેલ સુરત શહેરની લાજપોર મધ્યસ્થ જેલમાં રાજ્ય જેલ વિજીલન્સ સ્કોર્ડએ (jail Vigilance Score) દરોડા પાડ્યા હતા અને બેરેકના સંડાશ અને ચોકડીમાં છુપાવેલો એક સીમકાર્ડ અને બે મોબાઇલ છુપાવેલી (sim card and mobile) હાલતમાં મળી આવ્યા હતા. સમગ્ર મામલે સચિન પોલીસે (sachin police) તપાસ હાથ ધરી છે.
સુરતમાં આવેલ લાજપોર મધ્યસ્થ જેલ (lajpore central jail) રાજ્યની અત્યંત આદ્યુનિક જેલ તરીકે ગણવામાં આવે છે. પરંતુ જેલમાં કેદ કેદીઓ જેલ કર્મચારીઓની સાંઠગાંઠમાં બિન્દાસ્તપણે પ્રતિબંધીત ચીજવસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે રાજયના જેલ વિભાગના વિજીલન્સ સ્કોર્ડ દ્વારા લાજપોર જેલમાં સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં જેલના યાર્ડ નં. બી 8 ની બેરેક નં. 2માં સંડાશની સામે ચોક્ડીના પ્લાસ્ટિકના નળના ઉપરના ભાગે કવરમાં છુપાવેલો સીમ કાર્ડ અને યાર્ડ નં. એ 12 ની બેરેક નં. 5 માં સંડાશની ઉપરના ભાગે એક્ઝોસ્ટ ફેનની બહારના ભાગે પ્લાસ્ટિકના પાઇપની અંદર છુપાવેલા બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
વિજીલન્સ સ્કોર્ડે સીમ કાર્ડ મુદ્દે બેરેકમાં કેદ 15 કાચા કામના અને 5 પાસા કેદીની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. પરંતુ સીમ કાર્ડ અને મોબાઇલની માલિકી કે વપરાશ કરનાર અંગે કોઇ માહિતી નહીં મળતા વિજીલન્સ સ્કોર્ડના અધિક પોલીસ મહાનિર્દેશક દેવશી કરંગીયાએ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અઠવાડિયા અગાઉ જ નારાયણ સાંઇની બેરેક પાસેથી પણ મોબાઇલ ફોન મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ સુરત બળાત્કાર કેસમાં જેલની સજા ભોગવી રહેલા નારાયણ સાંઈનો મોબાઇલ ફોન મળી આવ્યો છે. નારાયણ સાંઈ આસારામ બાપુનો પુત્ર છે, જે સગીર છોકરી પર બળાત્કારનો આરોપ છે અને પોતાને આધ્યાત્મિક ગુરુ કહે છે, અને હાલમાં તે લાજપોર સેન્ટ્રલ જેલમાં બંધ છે. જેલ પ્રશાસને નારાયણ સાંઈ પાસે મોબાઈલ કબજે કરવા મામલે સ્થાનિક સચિન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.
જેલના A/2 બેરેક નંબર-55 માં આજીવન કારાવાસ ભોગવી રહેલા નારાયણ ઉર્ફે નારાયણ સાંઈ અસુમલ હરપલાની પાસેથી એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો છે. સુરત જેલમાંથી મોબાઇલ મેળવવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ અહીંથી મોબાઇલ ઝડપાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle