ગુજરાત સરકારને ન મળ્યા એ રેમડીસીવીર ઇન્જેક્શન સી આર પાટીલને ‘કેડીલા’ એ કેવી રીતે આપ્યા?

સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી પડી રહી છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવાયું છે. એવામાં રેમડેસિવિર…

સુરતમાં એક તરફ કોરોનાના દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને ભારે હાલાંકી પડી રહી છે. સુરતમાં ખાનગી હોસ્પિટલોને રેમડેસિવિર ઇન્જેક્શન આપવાનું બંધ કરી દેવાયું છે. એવામાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત વચ્ચે સુરતમાં ભાજપ કાર્યાલય પર રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ શરૂ કરી દેવાયું છે. ઇન્જેક્શન મેળવવા માટે વહેલી સવારથી જ લોકો લાંબી કતારમાં જોવા મળ્યાં છે.

આ ઘટનાક્રમ વચ્ચે ભાજપ ઈન્જેક્શન લઇને રાજકારણ રમતું હોય એવું જણાઈ રહ્યું છે. કલેક્ટર પોતે ઈન્જેક્શનો પૂરતો જથ્થો વહીવટી તંત્ર પાસે ન હોવાનું સત્તાવાર રીતે જણાવતા હોય ત્યારે ભાજપના નેતાઓ પાસે આટલા મોટા પ્રમાણમાં ઈન્જેક્શનો કેવી રીતે આવ્યાં છે, એને લઈને શહેરમાં અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. શું ભાજપના નેતાઓ માત્ર રાજકારણ ખેલવા માટે જરૂરિયાતમંદ દર્દીના સંબંધીઓને પોતાના કાર્યાલય સુધી લાવી રહ્યા છે. આજે મહદંશે કોરોનાગ્રસ્ત દર્દીઓને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂરિયાત છે. ત્યારે લોકોની જરૂરિયાત અને લાચારીનો લાભ લેતા હોય તેમ ભાજપના નેતાઓ ભાજપ કાર્યાલય પર બોલાવીને ફોટોગ્રાફી કરીને ઈન્જેક્શન આપી રહ્યા છે.

ભાજપે ઝાયડસ કંપની પાસેથી 5 હજાર ઈન્જેક્શન ખરીદ્યા છે. ખાનગી હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીના સ્વજનોને ભાજપ કાર્યાલય ખાતે વિના મૂલ્યે ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવશે. હોસ્પિટલના ઓથોરાઈઝ ડૉક્ટરની સહી, સિક્કા સાથેના પ્રિસ્ક્રીપશન લેટર, દર્દીના આધાર કાર્ડ અને ઓળખ પુરાવા પર ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવશે. પ્રથમ દિવસે 1 હજાર ઇન્જેક્શનની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ ઇન્જેક્શન કોના પ્રિસ્ક્રીપ્શન થી મળ્યા? કોણ મેડીકલ એક્સપર્ટ આ માંગણી કરી લાવ્યું તે પણ તપાસનો મુદ્દો બન્યું છે.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શન મામલે સીધો સવાલ સી.આરને પૂછો. સુરતમાં સરકાર જે ઇન્જેક્શન મોકલી રહી છે તેનું સી.આરના પાંચ હજાર ઇન્જેક્શન સાથે કોઇ જ કનેક્શન નથી. 5000 ઈન્જેકશનની વ્યવસ્થા સી.આર કેવી રીતે કરે છે તે સી.આરને પૂછો.’

ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજ સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દેવામાં આવશે. આ રેમડેસિવિર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સામાં આસામના ગુવાહાટીથી એર લિફ્ટ કરીને સુરત પહોચાડવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સુરત જિલ્લા કલેક્ટરને 2500 રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી દીધા છે.

ભાજપ કાર્યાલય ખાતેથી જ ઇન્જેક્શનની વિતરણ વ્યવસ્થા થઈ રહી છે તેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ સવાલ ખડો કરાયો છે કે એક બાજુ ઇન્જેક્શન મળતા નથી ત્યાં ભાજપ કાર્યાલયમાં ઇન્જેક્શન આવ્યા ક્યાંથી અને કેવી રીતે ? કોંગ્રેસે વધુમાં આક્ષેપ કર્યો છે કે ભાજપે રસીકરણ ઉપર પણ રાજકારણ કર્યું છે. ભાજપને ઇન્જેક્શન વેચવાની પરવાનગી કોણે આપી? આમ અનેક સવાલો ખડા થયા છે ત્યારે દર્દીઓ માટે આ ઇંજેક્શન સંજીવની સાબિત થઈ રહ્યા છે

ભાજપની સરકાર હોવા છતાં સરકારને ઇન્જેક્શન બહારથી મંગાવવા પડી રહ્યા છે ત્યારે અમદાવાદમાં જ બનેલા કેડીલા કંપનીના ઈન્જેકશન સરકારને ન મળ્યા ને સી આર પાટીલ ને કેવી રીતે મળી ગયા તે તપાસનો વિષય બન્યો છે. સુરત જિલ્લા કલેકટર દ્વારા ખાનગી હોસ્પિટલમાં રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવવામાં આવશે નહીં એવી જાહેરાત કરી છે, જ્યારે બીજી તરફ ભાજપે 5000 ઈન્જેક્શન લોકોને આપવાની જાહેરાત કરી અને ઉધના કાર્યાલય ખાતે વિતરણ શરૂ કર્યું છે. જો ખાનગી હોસ્પિટલો અને જિલ્લા કલેકટર તરફથી ફાળવવા માટે ઈન્જેકશન ન હોય તો ભારતીય જનતા પાર્ટી પાસે ઈન્જેક્શન ક્યાંથી આવ્યાં એ એક મોટો પ્રશ્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *