એસ.એમ.સી.કર્મચારી દ્વારા એક બાઈક સવાર ને ઉભો રખાયો હતો અને માસ્ક માટે દંડ વસુલ કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે બાઈક ચાલક ની બાઈકની ચાવી પાલિકા કર્મચારી દ્વારા કાઢતા બાઈકસવારે વિરોધ નોંધાવ્યો હતો. જેમાં બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા એસ.એમ.સી કર્મચારીઓ દ્વારા અપશબ્દો બોલાયા હતા.
વાઈરલ વીડિયો પ્રમાણે, એક બાઈક પર બે શ્રમજીવી યુવક જતા હોય છે. દરમિયાન પાલિકા અધિકારીઓ અટકાવે છે. જેમાં બાઈક પાછળ સવાર યુવકનું માસ્ક પવનના કારણે થોડું નીચે હોવાથી તેની પાસેથી દંડ વસૂલ કરવાની તૈયારી કરે છે. દરમિયાન બંને યુવકો તેનો વિરોધ કરે છે. જેથી ઉશ્કેરાઈ ગયેલા એક પાલિકા અધિકારી હાથ ઉગામે છે અને બાઈકની ચાવી કાઢવાનો પ્રયાસ કરી બાઈક સાઈડમાં લેવા દબાણ કરે છે. જોકે, યુવકોના વિરોધના કારણે વધું ઉશ્કેરાઈ ગયેલા પાલિકાના અધિકારી ગાળો આપવા લાગે છે. આ તમામ ઘટનાનો વીડિયો યુવકોએ પોતોના મોબાઈલમાં કેદ કરી લીધો હોય છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
બાઈક સવારની બાજુમાં મહિલા ઉભી હોવા છતાં કર્મચારી દ્વારા ભૂંડી ગાળો અપાઈ હતી. આ ઘટના સુરતના મોટા વરાછા વિસ્તારના સુદામા ચોક વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.