સુરતની સ્મીમેર કોલેજમાં બોલાવાઈ થાઈ ગર્લ- દારુ બિયરની ખાલી બોટલો મળતા ખળભળાટ

Surat Smimer College News: સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે.એક માહિતી અનુસાર એક રેસિડન્ટ ડોક્ટરે સેટર ડે નાઈટ મનાવવા કોલેજ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં થાઇ ગર્લ બોલાવી હતી. જો કે હોસ્ટેલના રૂમમાં આ ખૂબસૂરત હસીનાની સાથે રંગરેલીયા મનાવે તે પહેલા જ ડોક્ટરનો ફજેતો થયો હતો.

કોઇક બાબતે ડોકટર અને થાઈ ગર્લ વચ્ચે ઝઘડો થયા બાદ ભાન ભૂલેલા ડોક્ટરે થાઈ ગર્લને લાફો મારી દીધો હતો. જે બાદ થાઈ ગર્લ અસ્તવ્યસ્ત કપડાંમાં બહાર નીકળી આવતા ફજેતો થયો હતો. તેના પડઘા કોલેજ-હોસ્પિટલ (Surat Smimer College News) તંત્ર સુધી પડતા મધરાત્રે સમગ્ર મામલો વરાછા પોલીસ સુધી પણ પહોંચ્યો હતો. ત્યારે આ મામલે કોલેજના ડીને તપાસના આદેશ આપ્યા હતા.

થાઈ ગર્લ અસ્તવ્યસ્ત હાલતમાં રૂમમાંથી બહાર નીકળી
મળતી માહિતી અનુસાર, સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં જ મેડિકલ કોલેજ આવેલી છે. જ્યાં કેમ્પસમાં જ રેસિડન્ટ ડોક્ટરોની હોસ્ટેલ પણ આવેલી છે.ત્યારે ગત રોજ  શનિવારે મધરાત્રે 1 વાગ્યે બોય્સ હોસ્ટેલમાં મોટો બખેડો થયો હતો. એક રેસિડન્ટ ડોક્ટરે વેસુથી થાઇ ગર્લને હોસ્ટેલમાં બોલાવી હતી. હોસ્પિટલ-કોલેજ કેમ્પસમાં મોડીરાત્રે સન્નાટા વચ્ચે રેસિડન્ટ ચોરી છૂપીથી થાઇ ગર્લને લઇ હોસ્ટેલમાં પહોંચી ગયો હતો.

પરંતુ રૂમમાં પહોંચતાની સાથે જ બંને વચ્ચે કોઇક કારણોસર ઝઘડો થયો હતો. ગાળાગાળી કર્યા બાદ રેસિડન્ટ ડોક્ટરે આવેશમાં આવી થાઇ ગર્લને લાફો મારી દીધો હતો. જેને પગલે સમસમી ઉઠેલી થાઇ ગર્લ પોતાના અસ્તવ્યસ્ત કપડાં હોવા છતાં રૂમમાંથી બહાર કેમ્પસમાં ભાગી ગઇ હતી. આ ઘટના કોલેજ હોસ્ટેલમાં જ બનતા હોસ્ટેલની બહાર હંગામો મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે સ્મીમેર મેડિકલ કોલેજના કેમ્પસમાં મોંઘીદાટ બ્રાન્ડેડ કંપનીની દારૂની બોટલો મળવાના બનાવો છાશવારે બની રહ્યાં છે.

સિક્યોરિટી તથા ઉચ્ચ અધિકારીઓ રાઉન્ડ પર નીકળે ત્યારે કેમ્પસમાં ખૂણે-ખાંચરે દારૂની બોટલો જોવા મળે છે. જો કે હવે મામલો હદ વટાવી ગયો હોય તેવી લાગી રહ્યું છે. કોલેજ પ્રશાસન ઢીલું વલણ દાખવતા બેફામ બનેલા રેસિડન્ટ ડોક્ટરોએ શનિવારે રાત્રે કરેલી હરકતના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. પાલિકા તંત્ર પણ આ મામલે કડકાઇ દાખવે તે જરૂરી છે. સોમવારે આ મામલે તપાસ કરી જવાબદારો સામે કડક એક્શન લેવામાં આવશે તેમ કોલેજના ડીને જણાવ્યું હતું. આ ઘટના અતિગંભીર છે. આ અંગે અધિકારીઓને મૌખિક સૂચના આપી દેવાઇ છે. 

મળતી માહિતી અનુસાર આ મામલો વરાછા પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં લાંબી માથાકૂટ બાદ પોલીસે ડોક્ટર અને થાઈ યુવતી વચ્ચે સમાધાન કરાવ્યું હતું. આ બાદ સ્મીમેર હોસ્પિટલ તંત્ર દ્વારા તપાસના આદેશ આપ્યા હતા. પરંતુ આ થાઈ મહિલા મોડી રાત્રે હોસ્પિટલમાં શુ કરતી હતી તે અંગે સવાલ ઉભા થયા. જો ઓર્થોપેડિક વિભાગના તબીબની બેદરકારી હશે તો એક્શન લેવાશે.

પરંતુ બીજી તરફ આ દબાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. વિવાદ બહાર આવતા સમગ્ર મામલે સ્મીમેર પ્રશાસન મોડેમોડે જાગ્યું છે. આસપાસના લોકો એમ ચર્ચા કરી રહ્યા છે કે આ થાઈ ગર્લ વાળ અને દાઢી કરવા માટે બોલાવવામાં આવી હતી. જો કે આ વાતને સત્ય માનવામાં આવી રહી નથી. આ સમગ્ર ઘટના મામલે પાંચ લોકોની કમિટી બનાવાશે. સ્મીમેર મેડિકલ કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી છે. દારૂની મળેલી ખાલી બોટલો હોસ્ટેલમાં કોઈક ગેરકાયદેસર થાય તે તરફ ઈશારો કરે છે.