સામાજીક આગેવાન બનીને ફરતો પ્રવીણ ભાલાળા નીકળ્યો ઠગબાજ, વૃદ્ધો સાથે કરી કરોડોની છેતરપિંડી

Surat Praveen Bhalala News: સુરતમાં સમાજસેવક પ્રવિણ ભાલાળાએ ઓરિસ્સાના વૃધ્ધ સાથે રૂ.6.16 કરોડ ની છેતરપિંડી કરી છે. આમ સમાજસેવક પ્રવિણ ભાલાળા (Surat Praveen Bhalala News) ઠગ નીકળ્યો છે. ભાલાળાએ વ-ધ્ધને વિશ્વાસમાં લઈને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. છેતરપિંડીના આ કેસમાં એક જ પરિવારના 3 સહિત 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

પ્રવિણ ભાલાળાને વોન્ટેડ જાહેર કરાયો
ઓરિસ્સામાં ક્રિપ્ટો કરન્સીમાં ઓનલાઇન રોકાણ કરી મોટો નફો આપવાની લાલચ આપી ઠગ ટોળકીએ 6.16 કરોડની રકમ પડાવી હતી. ઓરિસ્સા પોલીસ તપાસ માટે સુરત આવી હતી.

ઓરિસ્સા પોલીસે સુરતમાં વરાછા વિસ્તારમાંથી પિતા-પુત્ર અને વહુ સહિત 5 જણાની ધરપકડ કરી છે. સામાજિક કાર્યકર પ્રવિણ ભાલાળાના ખાતામાં 15 લાખ જમા થતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે.

ઓરિસ્સા પોલીસે પકડેલા ઠગ ટોળકીના નામ
રવિ કુમાન સભાયા(32), સેજલ રવિ સભાયા(33), કુમાન રણછોડ સભાયા(58)( ત્રણેય રહે, શેતુબંધ હાઇટ્સ,યોગીચોક વરાછા, મૂળ રહે, માધુપુર, અમરેલી), પારસ ધીરૂ જેસાણી(32) (રહે,આમકુંજ સોસા,યોગીચોક,વરાછા,મૂળ રહે,જુનીકતાડગામ,અમરેલી), ધર્મેશ નાનુ સાવલીયા(26) (રહે,પટેલ પાર્ક સોસા, સીમાડાગામ, સરથાણા, મૂળ રહે,અમૃતવેલ,અમરેલી)

આરોપીઓના 5 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. ભોગ બનનાર વૃદ્ધે ઓરિસ્સા CID સાયબર ક્રાઈમ બ્રાન્ચને ફરિયાદ કરી હતી. બાદમાં ઓરિસ્સા પોલીસે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો.