દેશની સોથી મોટી એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માટે આપતી પરીક્ષા JEE MAINS જે જાન્યુઆરી 2023માં લેવાઈ હતી. જેનું પરિણામ આજે રોજ જાહેર થયું છે. જેમાં સુરતના નિશ્ચય અગ્રવાલે બાજી મારી લેધી છે. નિશ્ચયે 99.99 પર્સેન્ટાઈલ સાથે પ્રથમ નંબર મેળવ્યો છે. કોમ્પ્યુટર સાન્યન્સના ક્ષેત્રમાં મુબઈમાં આગળનો અભ્યાસ કરવા ઈચ્છે છે નિશ્ચયે જણાવ્યું હતું કે, રોજે રોજની મહેનત અને પરિવાર અને શિક્ષકો જણવ્યા પ્રમાણે મહેનત કરવાથી આ સફળતા પ્રાપ્ત થઈ છે.
ટેક્સટાઈલ માર્કેટમાં કાપડના એજન્ટ તરીકે કામ કરનારના પુત્ર નિશ્ચય અગ્રવાલે જણાવ્યું હતું કે, ક્લાસ રૂમમાં રોજના માર્ગદર્શનની સાથે સાથે ઘરે પણ રોજ તે 3થી 4 કલાક મહેનત કરતો હતો. જેના કારણે ભાર લાગતો ન હતો. રોજનું કામ રોજ કરી લેતો હતો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો શિક્ષકો પાસે તેને ક્લિયર કરાવી લેતો હતો. તેનું કેવું એવું છે કે,ટેસ્ટ આપવાને કારણે પણ સફળતા પ્રાપ્ત થઈ છે.
નિશ્ચયે જણાવ્યું હતું કે, તેમની માતા બીકોમમા બીએડ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે મને પ્લાનિંગમાં કરવામા ખુબ મદદ કરી હતી. જે વિષય મને અઘરા લાગતાં હોય તે વિષય માટે કઈ રીત તેયારી અને કઈ બૂક માંથી કેટલું વાંચવું ત્યાં સુધીનું પ્લાનિંગ કરી આપતા હતા. મને આ પ્લાનિંગના કારણે પરીક્ષાનું ટેન્શન આવ્યું નહોતું. છેલ્લા દિવસ સુધી મે એકદમ સ્વસ્થ મન સાથે પરીક્ષાની તેયારી કરી હતી.
નિશ્ચયના પિતા ટેક્સટાઈલમાં કામ કરે છે. તેમને પણ બીકોમ સુધીનો અભ્યાસ કર્યો છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે. તેમણે પણ દીકરાના અભ્યાસને લઈને ખૂબ મહેનત કરી હતી. દીકરા માટે તેઓ બૂકથી લઈને સ્ટેશનરી તમામ વસ્તુઓ લાવી આપતા હતા. પોતાના એક દીકરાના અભ્યાસ માટે તેઓ કોઈ કસર અધુરી રાખવા માંગતા ના હતા.
નેહચલ સિંહ હંસપાલએ જણાવ્યું છે કે, નિશ્ચય અગ્રવાલે ટોપ કર્યું. જયારે ભૂમિન હિરપરાએ 99.97 પર્સેન્ટાઈલ સાથે ફિઝિક્સમાં 100 પર્સેન્ટાઈલ સ્કોર લાવ્યો છે. તેની સાથે જત્સય જરીવાલાએ 99.99 પર્સેન્ટાઈલ સાથે કેમેસ્ટ્રીમાં 100 પર્સેન્ટાઈલ લાવ્યો છે. 38 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઈલથી વધુ અને 89 વિદ્યાર્થીઓએ પણ 95 પર્સેન્ટાઈલથી વધુ અને 127 વિદ્યાર્થીઓએ 90 પર્સેન્ટાઈલથી વધુનો સ્કોર લાવ્યા છે.
JEE MAINS પરીક્ષામાં ટોટલ 9.06 લાખ વિદ્યાર્થીઓએ દેશભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પરીક્ષામાં કુલ 95.79 ટકા વિદ્યાર્થીઓ એટલે કે 8.24 લાખ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં. દેશમાં કુલ 424 સેન્ટર હતા જેમાં 399 દેશના અને 25 વિદેશના સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.