IPLને કારણે સુરતના આ યુવકનું ચમક્યું નસીબ, ગણતરીની મીનીટોમાં જ બની ગયો કરોડપતિ…

હાલમાં દુબઈમાં IPL ચાલી રહી છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે લોકોને એકત્ર થવાં પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે ત્યારે આવા સમયમાં લોકો ઘરે જ…

હાલમાં દુબઈમાં IPL ચાલી રહી છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે લોકોને એકત્ર થવાં પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે ત્યારે આવા સમયમાં લોકો ઘરે જ બેઠા IPLનો આનંદ માણી રહ્યાં છે. આ IPLને લઈ DREAM-11 નામની એપ્લીકેશન ખુબ જ પ્રખ્યાત બની છે. હાલમાં આને લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.

સમગ્ર દેશમાં કોરોના વાયરસના (Coronavirus) માહોલની વચ્ચે તમામ લોકોનું ધ્યાન હાલમાં IPLમાં લાગ્યું છે. IPL વખતે સટ્ટો રમાવાની તેમજ સટ્ટો રમતા પકડાઈ જતા લોકોની વાતો તો ખૂબ જૂની થઈ ગઈ છે પરંતુ લીગલ મોબાઇલ એપ્લિકેશનમાં ક્રિકેટની ગેમ રમી તથા પ્લેયર સિલેક્ટ કરવાથી કરોડ રૂપિયા જીતવાની વાત નવી છે.

જો કે, આવી જ એક ઘટના સુરત (Surat) જિલ્લામાંથી સામે આવી રહી છે. એક ક્રિકેટપ્રેમી યુવક એક ટીમ સિલેક્ટ કરીને (Won 1 crores) 1 કરોડ રૂપિયા જીત્યો હોવાની વાત સામે આવી રહી છે. ઉમરપાડામાં રહેતો યુવક મનીષ વસાવા IPL વખતે ગઈકાલે યોજાયેલ રાજસ્થાન રોયલ્સ તથા ચેન્નાઇ સુપરકિંગ્સની મેચમાં ક્રિકેટની એક એપ્લિકેશન Dream-11 ટીમ સિલેક્ટ કરીને આ પુરસ્કાર જીત્યો હોવાનાં સ્ક્રિન શોટ વાયુવેગે વાઇરલ થઈ રહ્યા છે.

જો કે, આ તમામ ઘટનાઓ અંગે મનીષ વસાવાએ કઈ પણ કહેવાનો ઇન્કાર કરેલો છે. જોકે, સોશિયલ મીડિયા તેમજ ખાસ કરીને તો વોટ્સએપમાં મનીષ વસાવાની તસવીરની સાથે 1 કરોડ રૂપિયાના જીતની ખબર વાયરલ થઈ રહી છે. મનીષે સિલેક્ટ કરેલ ટીમમાં તેને જે પોઇન્ટ્સ મળ્યા તેની બદોલતે તે જીત્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *