હાલમાં જ શહેરમાં આર્થિક સંકડામણને કારણે વધુ એક યુવકે આપઘાત કર્યો છે. યુવકે પોતાની બહેનનાં લગ્ન માટે દેવું કર્યું હતું. ત્યારબાદ લૉકડાઉન લાગી જતાં વેપાર-ધંધા પડી ભાંગ્યા હતા. લૉકડાઉન પછી યુવક પોતાના વતન જતા રહ્યો હતો. પરિસ્થિતિ સામાન્ય બનતા યુવક બે મહિના પહેલા પોતાના વતનથી સુરત આવ્યો હતો. ત્યારબાદ પણ યુવકને નોકરી મળી ન હતી. આ કારણે તેણે આવેશમાં આવીને એસિડ ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી.
કોરોના મહામારીને લઈને વેપાર ઉદ્યોગ નહીં ચાલવા ઉપરાંત આર્થિક રીતે પડી ભાંગેલા લોકોએ આત્મહત્યા કરી હોવાના અનેક બનાવો સામે આવ્યા છે. સુરતમાં આવો જ એક બનાવ બન્યો છે. જેમાં સંચાખાતમાં કામ કરીને વતનમાં પરિવારને આર્થિક મદદ કરતો રંજન નિલકંઠ ગોંડાએ વતનમાં રહેતી બહેનના લગ્ન હોવાથી વતનનું મકાન ગીરવે મૂકીને રૂપિયા ત્રણ લાખ વ્યાજે લીધા હતા.
રૂપિયા લીધા પછી કોરોના મહામારી આવી જતા તે સુરતથી પોતાના વતન જતો રહ્યો હતો. બે મહિના પહેલા તે વતનમાંથી રોજીરોટી માટે સુરત આવ્યો હતો. અહીં સતત પ્રયાસ કરવા છતાં નોકરી મળી નહી તેથી તે હતાશ થઈ ગયો હતો. બીજી બાજુ તેણે જે લોન લીધી હતી તેનું વ્યાજ સતત વધી રહ્યું હતું. આ કારણે તે છેલ્લા કેટલાક સમયથી માનસિક તાણમાં હતો.
એક તરફ વ્યાજનું ચક્ર અને બીજી તરફ નોકરી નહીં મળતા આ યુવાન હતાશ થઈ ગયો હતો. ત્યારબાદ તેણે આવેશમાં આવીને ગઈ કાલે પોતાના મકાનમાં એસિડ પી લીધું હતું. રાત્રે આ અંગેની જાણ તેના મિત્રને થતાં તેને સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. અહીં સારવાર દરમિયાન તેનું મૃત્યું નીપજ્યું હતું. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle