સુરતના રાંદેર-ડભોલી ઑવરબ્રિજ પર બેફામ દોડતા વાહને બાઈક ચાલકને મારી ટક્કર, ઘટના સ્થળે જ મોત 

આજકાલ અકસ્માતના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, સુરતમાં આવેલા ઓવરબ્રિજ જાણે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે.…

આજકાલ અકસ્માતના કિસ્સા દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, સુરતમાં આવેલા ઓવરબ્રિજ જાણે લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. રોજબરોજ ઑવરબ્રિજ પર અકસ્માતોની ઘટનાઓ સામે આવતી હોય છે. આ દરમિયાન આજે સુરતના ડભોલી ઓવરબ્રિજ પર એક યુવાનની બાઇકને કોઈ વાહને ટક્કર મારતા આ યુવાનનું સારવાર મળે તે પહેલાં ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

આમ, સુરત શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જાણવા મળ્યું છે કે, આ અકસ્માત થતા અકસ્માત કરનાર ગાડી લઈને ત્યાંથી ભાગી ગયો હતો. અકસ્માતને લઈને નજીકમાં રહેલા લોકો ત્ય૪ દોડી આવ્યા હતા.

જોકે, યુવાનને સારવાર મળે તે પહેલા તેનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. જોકે, અકસ્માતની જાણકારી મળતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી મુજબ, આ યુવાન પોતાના કામ અર્થે જતો હતો અને તે અકસ્માતમાં કાળનો કોળિયો બની ગયો હતો.

જોકે, પોલીસ દ્વારા આ મામલે નજીકના સીસીટીવી ચેક કરીને ક્યા વાહને આ અકસ્માત સર્જ્યો છે અને આ યુવાન ક્યાં રહે છે તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. જોકે, સુરતમાં ઓવર બ્રિજ પર સતત બેફામ દોડતી ગાડીઓ સતત અકસ્માત કરતી હોય છે. આ દરમિયાન આજના આ અકસ્માતમાં એક પરિવારે તેનો લાડકવાયો ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *