કોરોના મહામારીમાં લાખો લોકોના વેપારને સૌથી વધુ અસર થઇ છે. કેટલાક લોકોને વેપારમાં નુકસાન થવાથી ગુના તરફ વળી રહ્યા છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં રહેતો એક વેપારી દિલ્લીથી દારૂ માગવી સુરતમાં વેચાણ કરતો હતો. આ વાતની જાણ થતા પોલીસે દરોડા પાડીને રત્નાજયોતિ ટાવરમાં કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે આ ગુનામાં 3 જેટલા આરોપીને વોન્ટેડ જાહેર કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, કોરોનાની મહામારીને લઈને લોકડાઉન અને ત્યારબાદ અનલોક લોકડાઉનમાં મોટા ભાગના લોકોના વેપાર ઉદ્યોગો પડી ભાંગ્યા છે ત્યારે પોતાના વેપાર-ઉદ્યોગમાં નુકસાન સહન કરતા લોકો ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ જઈ રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના સુરતમાં જોવા મળી છે.
સુરતના વેસુ વિસ્તારમાં રત્નજ્યોત ટાવરમાં રહેતા અને કાચનો વેપાર કરતાં સાહિલ અંદર બદલે પોતાના વેપારમાં મોટું નુકસાન થતા તે ધંધો છોડીને દારૂનો વ્યવસાય કરવા લાગ્યો હતો. આ માલ મૂળ દિલ્હીના પણ હાલ સુરતના રામેશ્વર એટલો પાસે બનવારી રેસીડેન્સીમાં રહેતા પંજાબી અને રવિના પાસે આવતો હતો અને તેનું વેચાણ કરતો હતો.
જોકે પોલીસને માહિતી મળતા ગઈકાલે સાંજે સાહિલ બદલે રત્નજ્યોત ટાવરના પાર્કિંગમાં પોતાની ગાડીમાંથી દારૂની બોટલ કાઢતો હતો ત્યારે પોલીસે દરોડા પાડી તેને યુવકને ઝડપી પાડયો હતો.
જોકે પોલીસે આ વ્યક્તિ પાસેથી 1,82,019નો દારૂ અને બે લાખની ગાડી એમ કુલ 3,83,220નો માલ કબજે કર્યો હતો. જોકે આ યુવકની પૂછપરછ કરતા તેમણે વેપારમાં નુકશાન થયું હોવાથી દારૂનો વેપાર કરવાનું શરુ કર્યું હતું. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી અને બોબી પંજાબી અને રવિન્દ્ર રાણાને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.