સુરત(ગુજરાત): કોરોનાકાળમાં લોકડાઉનના કારણે અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો થયો હતો, પરંતુ જેમ છૂટ છાટ મળતી ગઈ તેમ ફરી રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. લોકોના મોત વાહન ચાલકની એક નજીવી ભૂલને કારણે થઈ રહ્યા છે. ત્યારે સુરતના મહુવા તાલુકાથી આવી જ રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતા 3 લોકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, સુરતના મહુવા તાલુકાના આંગલધરા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા, જ્યારે 1 વ્યક્તિને ગંભીર ઈજા થતા સારવાર માટે તેને હોસ્પીટલમાં લઇ ગયા હતા. ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તરત ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, બાઈક પર 3 લોકો અનાવલથી ભીનાર જતા રોડ પર આંગલધરા ગામ પાસે અના કાકાબળિયા દેવ મંદર પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર બાઈક સાથે અથડાઈ હતી. આ અકસ્માત ફૂલ સ્પીડે થયો હતો, જેને કારણે 2 બાઈક સવારના ઘટના સ્થળ પર કરુણ મોત થયા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.
પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, સાથે એમ્બ્યુલન્સની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાની માહિતી મેળવી મૃતકોને પીએમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે. સાથે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધડપકડ કરી છે. આ અકસ્માતમાં બાઈકના ફૂરચા ઉડી ગયા હતા, જ્યારે કારને પણ પાછળની સાઈડે થોડુ નુકસાન થયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.