સુરતમાં ખુલ્લેઆમ હાથમાં તલવારો લઈને આંટાફેરા મારતા લુખ્ખાતત્વોને જોઇને લોકોમાં ફફડાટ- જુઓ વિડીયો

સુરત(ગુજરાત): સુરતમાં અસામાજિક તત્વોનો ખોફ વધી રહ્યો છે. ત્યારે ફરી એક વાર સુરતના સચિન વિસ્તારમાં અસામાજિક તત્ત્વો જાહેરમાં ઘાતક હથિયારો સાથે ફરતા હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે. પોલીસ આવા વિડીયો વિરુધ કોઈ કાર્યવાહી કરતી નથી. તેથી વર્ષ દરમિયાન અસામાજિક તત્વો હથિયાર સાથે ફરતાં હોવાનો વિડીયો  વાયરલ થતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

લાંબા સમયથી સુરતના સચિન વિસ્તારમાંથી અસામાજીક તત્ત્વો જોવા મળે છે તેની પાછળ પોલીસની નિષ્ક્રિયતા સામે આવી રહી છે. કારણ કે, પોલીસ જે પ્રકારે અસામાજિક તત્ત્વો સામે કોઈ જ પ્રકારની કાર્યવાહી કરતી નથી. જેને કારણે  અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. ત્યારે સુરતના સચિન વિસ્તારમાં આવેલા સુડા આવાસ યોજના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્ત્વો રાત પડતાંની સાથે જ પોતાની દાદાગીરી બતાવવા માટે ઘાતક હથિયારો સાથે સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યા છે.

કેટલાક માસુમ લોકોને મારવાની ઘટનાઓ પણ સામે આવી છે પણ આ મામલે પોલીસે અત્યાર સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી. હાલ સોશિયલ મીડિયામાં અસામાજિક તત્ત્વો ઘાતક હથિયારો સાથે ફરતા હોવાનો વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. ત્યારે લોકોએ આ અસામાજિક તત્ત્વો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરે તે માટે સોશિયલ મીડિયામાં સીસીટીવીનો વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે. અસામાજિક તત્ત્વો પોતાની દાદાગીરી સમગ્ર વિસ્તારના લોકો પર ઉતારી રહ્યા છે. પોલીસે વીડિયો વાયરલ થતાંની સાથે જ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *