કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આવ્યું કોરોનાગ્રસ્ત દર્દીઓની વહારે

કોરોનાનું સંક્રમણમાં દિવસેને દિવસે રોકેટ ગતિએ વધી રહ્યું છે. ત્યારે આ કોરોના કેટલાય લોકોને પોતાના સકંજામાં લઇ ચુક્યો છે. ત્યારે અનેક ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા,…

કોરોનાનું સંક્રમણમાં દિવસેને દિવસે રોકેટ ગતિએ વધી રહ્યું છે. ત્યારે આ કોરોના કેટલાય લોકોને પોતાના સકંજામાં લઇ ચુક્યો છે. ત્યારે અનેક ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા, અનેક ગ્રુપો અને ટ્રસ્ટ લોકોની મદદે આવ્યા છે. ત્યારે હાલમાં જ આ કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં એક ટ્રસ્ટ કોરોનાગ્રસ્ત દર્દીઓની વહારે આવ્યું છે. તો ચાલો અમે તમને  જણાવીએ વિગતવાર…

શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ વિસાવદર તથા કમૅવીર સમિતિ વિસાવદરના સંયુક્ત ઉપક્રમે કોરોનાની મહામારીના સમયમાં કુદરતી વાતાવરણમાં શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે કોરોના આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરી છે.

તજજ્ઞ ડોકટસૅના માગૅદશૅન હેઠળ દર્દીઓને દવા તેમજ પૌષ્ટિક આહાર અને જરૂરીયાતની સગવડતાઓ આપવામાં આવશે. ધારાસભ્યશ્રી હષૅદભાઈ રીબડીયા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ અશ્વીન સરધારા તેમજ જીલ્લા પંચાયત સદસ્ય કરસનભાઈ વાડદોરીયા, પૂર્વ જીલ્લા પંચાયત સદસ્ય મુનેશભાઈ પોકિયા, વિસાવદર પત્રકાર સંઘ પ્રમુખ ગીજુભાઈ ‌વિકમા પત્રકારો મુકેશ રીબડીયા, ઉમેશ ગેડિયા વગેરે હાજર રહેલા હતા.સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી જે.કે. ઠેસિયાએ આ કાયૅની પ્રશંસા કરી હતી.

ધારાસભ્ય શ્રી ઓએ કહ્યું હતું કે આ કોવિડ સેન્ટરએ આ વિસ્તારના લોકો માટે આશિર્વાદરૂપ સાબિત થશે. તેમજ જીલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી વિપુલભાઈ કાવાણીએ આ કોવિડ સેન્ટરે આ કોરોના મહામારી સામે સંસ્થાનું લોકહિતનુ શ્રેષ્ઠ કાયૅ તરીકે બિરદાવે તેવું હતું. કમૅવીર સમિતિના મનિષભાઇ ગોધાણી, વિરૂ રીબડીયા, મોહિત માલવીયા, આશિષ રંગાણીના સંચાલન હેઠળ શૈક્ષણિક સંકુલના કેમ્પસ ડાયરેકટર અશોક ડોબરીયા તેમજ કમૅચારીઓ આ સેન્ટરમાં સતત પ્રયત્નશીલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *