સુરત(ગુજરાત): પુણા પોલીસે સુરત શહેરમાં ગેંગવોર થાય તે પહેલાં જ ઘાતક હથિયારો સાથે 4 આરોપીઓની ધડપકડ કરી હતી. પોલીસે પકડેલાં 4 આરોપીઓ પૈકી 2 સુર્યા મરાઠીના માણસો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 14 કારતુસ, ઍક રેમ્બો છરો અને પંચ સહિત 52 હજાર રૂપિયાનો વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઇન્સપેકટર વિજયસીંહ ગડરીયાના જણાવ્યા અનુસાર, સ્ટાફના પોલીસકર્મીઓને એવી માહિતી મળી હતી કે નિયોલ ચેક પોસ્ટ પાસે જલગાંવના ચોપડાથી બે યુવકો ઘાતક હથિયારોની ડિલીવરી આપવા માટે આવી રહ્યા છે. જેને કારણે પોલીસે ઉપરોકત સ્થળે વોચ ગોઠવી હથિયાર આપવા આવેલા અને લેવા આવેલા 4 વ્યક્તિઓની ધડપકડ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓના નામ રૂપેશ ઉર્ફે બાલાજી કાશીનાથ પાટીલ, સંદીપ ઉર્ફે ગાવઠી ગોપાલ કુમાવત, અશોક બેલદાર અને હેમરાજ પાટીલ હતું. પોલીસે પકડેલા ચારેય આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 14 કારતૂસ, 1 રેમ્બો અને પંચ સહિત 52 હજાર રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછ કરતા રૂપેશ ઉર્ફે બાલાજી અને સંદીપ ઉર્ફે ગાવઠીએ જણાવ્યુ હતુ કે તેઓ મૃત્યુ પામેલ સુર્યા મરાઠીના સાથીદારો છે.
આરોપીઓએ કબુલાત કરતા કહ્યું હતું કે, સુર્યા મરાઠીની હત્યા કરનાર હાર્દિક પટેલના સાથીદારો હાલ જ જેલમાંથી બહાર આવેલા હોવાથી તેઓની પણ હત્યા કરશે તેવા ડરથી સંદીપે જલગાંવ ખાતે રહેતા તેના મામા અશોક બેલદાર પાસે પોતાની સુરક્ષા માટે ઘાતક હથિયારો મંગાવ્યા હતા.
સૂર્યા મરાઠીની હત્યા બાદ તેની હરીફ ગેંગએ અવારનવાર તેની ગેંગના લોકોને મારી નાખવાની ધમકી સાથે ઘાતક હુમલા પણ કરવામાં આવ્યા છે જેને લઈને આ ગેંગ ગેંગ વોર કરવા માટે આવી રહી હતી. જોકે પોલીસે આ ગેંગને ઝડપી પાડીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.